Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 111
________________ પર્યુષણા મહાપર્વ દરમ્યાન પરમપવિત્ર શ્રી કલ્પસૂત્રનાં વ્યાખ્યાનો વંચાય છે. એમાં નાગકેતુનું દૃષ્ટાન્ત આવે છે. પૂર્વજન્મમાં એ એક પંદરેક વર્ષનો કિશોર છે. સગીમા મરી ગઈ છે. સાવકી મા છે. સાવકી મા પ્રત્યે પણ એ એટલો બધો આજ્ઞાંકિત, નમ અને વિનીત છે કે જેથી ક્યારેય પણ કાર્ય કરવાનું કહે તો ગમે તેવી રમતને પણ પડતી મૂકીને એ હોંશથી કરી આપે છે. છતાં એની સાવકીમાના દિલમાં એના પ્રત્યે ખુબ જ ઠેષ છે. વાતવાતમાં ધમકાવી નાખે. થપ્પડ મારે... ક્યારેક તો ઢોર માર મારે.. ભૂખ્યો રાખે, ઓરડામાં પૂરી દે. દિવસે-દિવસે સાવકી માનો ત્રાસ વધતો ગયો. કિશોર હેરાન-હેરાન થઈ ગયો. છેવટે પોતાના મિત્રની સલાહ લેવા માટે જાય છે. સદ્નસીબે એનો મિત્ર શ્રાવક છે. જિનવચનોને માત્ર સાંભળ્યા જ નથી, સમજ્યા પણ છે, ભાવિત પણ કર્યા છે ને જીવનમાં ઉતાર્યા પણ છે. ને તેથી એ ટૂંકી દૃષ્ટિવાળો નથી, પણ દીર્ધદષ્ટિવાળો છે. માત્ર વર્તમાનને જોનારો નથી, પણ દીર્ઘભવિષ્યને પણ જોનારો છે. ભવિષ્યના વધારે ભયંકર દુઃખોને જે આમંત્રણ આપે એ રીતે વર્તમાન દુઃખનો પ્રતિકાર એને માન્ય નથી. એને તો એ રીતે પ્રતીકાર કરવો છે કે જેથી ન વર્તમાનમાં દુઃખ રહે, ન ભવિષ્યમાં કોઈ દુઃખ આવે ને ભવિષ્યમાં ઉપરથી કુદરત ભવ્ય ઈનામો આપે. શું વર્તમાન દુઃખનો આવો પ્રતીકાર શક્ય છે?' - “છે જ, એમાં પ્રશ્ન શું છે?' આ કલ્યાણમિત્રે એવો જ પ્રતીકાર બતાવ્યો ને કિશોરને બીજે જ ભવે શાશ્વત સુખનો ભોક્તા બનાવી દીધો. એણે પણ જાણે પોતાની સમક્ષ બે વિકલ્પો ઊભા કર્યા. આ કિશોરને એની સાવકીમાનો ખૂબ ત્રાસ છે. કારણકે (૧) એ કિશોરનાં કર્મો દુષ્ટ છે અથવા બીજો વિકલ્પ (૨) એ કિશોરની સાવકીમા દુષ્ટ છે. કલ્યાણમિત્ર સમજે છે કે કુદરત પાસેથી આ કિશોરને ઈનામ અપાવવું હોય તો એને પ્રથમ વિકલ્પ જ જડબેસલાક બેસાડી દેવો જોઈએ. જો કે કિશોરની માનસિકતા બીજા વિકલ્પને જ સ્વીકારીને બેસી છે. સામાન્યથી આખી દુનિયા પોતાની હેરાનગતિમાં કોઈક ને કોઈક જીવને દોષિત ઠેરવી દેતી હોય છે, ને એને દુષ્ટ માનતી હોય છે. દરેક વખતે આ જવાબ ખોટો જ હોય છે ને તેથી જીવો ઘણું ખરું કુદરત તરફથી ભયંકર સજા જ પામતા રહેતા હોય છે. કિશોર પણ એ જ મનોદશાવાળો છે. ને તેથી સાવકીમ અંગે ખૂબ જ ફરિયાદો કરી રહ્યો છે. પોતે કેવો આજ્ઞાંકિત છે, વિનીત છે વગેરે જણાવવાની સાથે સાવકીમા કેવો કેવો ત્રાસ ગુજારી રહી છે (૧૦૩) Jain Education International જેલર. ww-jermenorry.org For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124