Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 119
________________ લાગ્યો કે એમનું મોત જ થઈ ગયું. એ વખતે રાજ્યનો કાનૂન હતો કે પિતા કે વારસદાર પુત્ર કોઈ ન હોય તો બધી સંપત્તિ રાજખજાનામાં આપી દેવી. રાજાના અધિકારી પુરુષો સંપત્તિ માટે આવી ગયા છે. પણ નાગકેતુ કુદરત પાસેથી ભવ્યબક્ષિસનો લેણદાર બનીને આવેલો છે. ચિંતા બધી કુદરતના માથે છે. ને કુદરતે નીચે પાતાલ લોકમાં રહેલા ધરણેન્દ્ર નાગરાજનું સિંહાસન કંપાવ્યું. એણે અવધિજ્ઞાનથી બધો વૃત્તાન્ત જાણ્યો. બ્રાહ્મણનું રૂપ કરીને ઉપર આવ્યો. રાજપુરુષોને સંપત્તિ લેતાં અટકાવે છે. ને પુત્ર જીવતો છે વગેરે કહે છે. છેવટે રાજા વગેરે બધા જ જ્યાં પુત્રને દાટ્યો હતો ત્યાં આવ્યા. ઉપરથી માટી હટાવી, બાળકને બહાર કાઢ્યું. બ્રાહ્મણે બાળક પર અમૃત સીંચ્યું. ને બાળક હોંશમાં આવ્યું. ધરણેન્દ્ર (બ્રાહ્મણ) રાજાને કહે છે “રાજન્ ! આ બાળકનું કાળજી પૂર્વક પાલન-પોષણ કરજે. ભવિષ્યમાં તારી અને તારા આખા નગરની એ રક્ષા કરનારો છે. તથા ચરમ શરીરી છે - આ જ ભવમાં સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષે જશે.' કાળાન્તરે, એક નિર્દોષ માનવીને ચોર સમજીને રાજાએ ફાંસીએ લટકાવી દીધો. મૃત્યુ સમયે થોડી સમતા રાખવાથી એ આદમી દેવ થયો. દેવે અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો, રાજાપર ભયંકર દ્વેષ ભાવ જાગ્રત થયો. રાજાને ઉપદ્રવ કરવા અને નગરીનો નાશ કરવા તૈયાર થયો. એક વિરાટ શિલા વિકુવીને નગર પર ફેંકી રહ્યો છે. નાગકેતુએ આ દશ્ય જોયું. ભવ્ય જિનમંદિરો વગેરેનો વિધ્વંસ કેમ થવા દેવાય? ઉપર આવીને પોતાની આંગળી ઊંચી કરી. પ્રચંડ પુણ્ય અને અપૂર્વ તેજના પ્રભાવે શિલા અટકી ગઈ. નગરની રક્ષા થઈ. વળી કાળાન્તરે પ્રભુની પુષ્પપૂજા કરતી વેળા પુષ્પની સાથે આવી ગયેલા નાના સર્પે ડંસ દીધો. તીવ્રવેદના... છતાં નાગકેતુ શુભધ્યાનમાં-અપૂર્વ સમતામાં આગળ વધ્યા. ક્ષપકશ્રેણિ માંડીને કેવલજ્ઞાન પામ્યા. શુભભાવોના પ્રભાવે સર્પદંસની અસર ન થઈ. દીર્ઘકાળ કેવલીપણામાં પૃથ્વીતલ પર વિચરી છેવટે શેષ ચાર અઘાતી કર્મોનો ક્ષય કરીને મોક્ષે સિધાવ્યા. આપણામાંના ઘણાએ અઠ્ઠમ શું અઠ્ઠાઈ કે માસક્ષમણ જેવી તપશ્ચર્યાઓ કરી છે. અનેકવાર કરી છે. પણ ધરણેન્દ્ર તો શું, એક સામાન્યદેવ પણ આવ્યો નથી. ને નાગકેતુ બાળક પાસે ખુદ ધરણેન્દ્ર આવ્યો... રાજા દ્વારા ખૂબ જ લાડ-પ્યાર-કાળજીપૂર્વક પાલન-પોષણ જતન થયું. [ જેલર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124