Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 110
________________ સમય થવા પર બાએ બૂમ મારી. “બેટા! પાણી.. દવા લઈ લઉં! “આ મટકી તમારી બાજુમાં મૂકી દઉં છું. વારેવારે મને બોલાવતા નહી નાની વહુ સેવાના પાઠ શીખી નથી. એ તો પોતાનામાં જ ખોવાયેલી રહે છે. આજ સુધી માએ મોટા પુત્ર-પુત્રવધૂને આ સમાચાર પણ આપ્યા નથી. છતાં મોટી વહુને કોઈક રીતે એ ખબર પડવા પર તરત ખબર કાઢવા આવી. બિમારી જાણીને પોતાના રસોડેથી ગરમ ગરમ ઉકાળો બનાવી લાવી. બાજુમાં બેસીને પીવડાવે છે. પગ દબાવે છે. મીઠી મીઠી વાતો કરે છે. પોતાનું કામ આઘું પાછું કરીને પણ લગભગ આખો દિ સાસુની બાજુમાં બેસે છે. ધીરે ધીરે માને સારું થવા માંડ્યું. એક દિવસ મા ઊભી થઈ. આંખમાં આંસુ સાથે, મોટી વહુને પગે પડવા જાય છે. અરે! મા આ શું કરો છો? આંસું શા માટે?” બેટા! મેં તને ઓળખી નહીં, બહુ હેરાન કરી, કડવા વેણ સંભળાવ્યા. ક્યાં તારી મહાનતા ને ક્યાં મારી તુચ્છતા ! મને માફ કરજે.' મા! શાની માફી ? મારા કર્મોએ મને હેરાન કરી છે, તમે નહીં. પછી માફીનો પ્રશ્ન જ ક્યાં છે?” ખરેખર, સાસુનો કોઈ દોષ જોયો જ નથી, ને તેથી, એના દિલના કોઈ ખૂણામાં પણ સાસુપ્રત્યે રોષ કે ફરિયાદ ન હોતી. મા કહે છે : “બેટા! એક પ્રાર્થના કરવી છે, તે સ્વીકારીશ?' “મા! તમારે પ્રાર્થના કરવાની ન હોય, આજ્ઞા જ કરવાની હોય. અને અમે તો તમારાં બાળ, તમારી આજ્ઞાનું પાલન જ હોય. ફરમાવો..” બેટા! મારી ઇચ્છા છે કે આ પાર્ટીશન નીકળી જાય.' “મા! હમણાં જ. શુભસ્ય શીઘ્રમ્. સારા કામમાં વિલંબ શું?' સ્વકર્મદોષ જોનાર આ લોકમાં સ્વસ્થ-શાંત રહેવા સાથે કેવું સુંદર પરિણામ પામે છે! અને પરલોકમાં? પરલોકમાં કેવાં ભવ્ય ઈનામ એને કુદરત આપે છે એ જાણવા માટે આપણે નાગકેતુનો સહારો લઈએ. मयैवेतत्कृतं सोढव्यमपि मयैवेत्येवं जातनिश्चयानां कर्मक्षणोद्यतानां न मनस:पीडोत्पद्यत इति ।।(आचाराङ्ग लोकविजयाध्ययने चतुर्थ उद्देस सू : ८३वृत्तौ) અર્થ : મેં જ આ કર્મ કર્યું છે ને મારે જ એ ભોગવવાનું છે આવો નિશ્ચય કરીને કર્મક્ષય કરવા માટે ઉદ્યમશીલ બનેલા જીવને (તે કર્મફળ તરીકે ગમે તેવું કષ્ટ સહન કરવા છતાં) મનમાં કોઈ પીડા - દુઃખ અનુભવાતું નથી. Jain Education International For Personal & Private Use Only » જેલર iry.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124