Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 104
________________ નિયમ નથી. પણ આ તો લોક છે. કાલે ઊઠીને જેને ધર્મની પણ નિંદા કરે તો પણ એનો ત્યાગ કરશો નહીં, કારણકે એનાથી સવાયો તો નહીં, એને સમકક્ષ ધર્મ પણ બીજો કોઈ આપને મળશે નહીં. ને એને છોડવાથી આપનો મોક્ષ , ચોક્કસ અટકી જશે.” કેવા ભવ્ય બોલ. ન કોઈ ફરિયાદ, ન કોઈ કટાક્ષ, ન કોઈ આક્રોશભર્યા વચનો. શું આવી મનની સ્વસ્થતા આપણને નથી જોઈતી? અમદાવાદમાં શાહપુર ચૂનારાના ખાંચે મોંઘીબહેન રહે. બાપજી મહારાજ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા. એમને વંદન કરીને પછી જ કાંઈપણ ખાવાનું. વર્ષીતપનું બેસણું કરવા બેસી ગયા હોય તો પડદામાંથી બાપજી મ. હાથ બહાર કાઢે મોંઘીબહેન એ હાથને વંદન કરે. કર્મસંયોગે લગ્ન એક સ્થાનકવાસી યુવક સાથે થયા. પછી બોરીવલી રહેવા આવવાનું થયું. પતિને ધર્મની ભારે એલર્જી એટલે પ્રભુદર્શન-સામાયિક-સ્વાધ્યાય વગેરે કાંઈપણ કરે તો ખૂબ ગુસ્સે ભરાઈ જાય. માર મારે. તેથી પતિની ગેરહાજરીમાં જ બધું કરે. છ કર્મગ્રી-કમપયડી સુધીનો અભ્યાસ કરેલો. બીજાને પણ ભણાવે. એક દિ બપોરે ૧.૦૦ વાગ્યે કમપયડીની પ્રત વાંચી રહ્યા હતા. અચાનક છોકરાઓ આવીને “કાકી! કાકા આવ્યા... કાકા આવ્યા.” ચેતવ્યા. અનવસરે આવેલા જાણી ચારસો પાનાંની પ્રત ફટાફટ પોથીમાં બાંધી અભરાઈ પર મૂકી. પણ પતિ જોઈ ગયા. પતિનો ક્રોધ આસમાને. બારણું બંધ કર્યું. હું ઘધે જાઉં ને તું અહીં આ ધંધો માંડે છે! ઢોર માર મારવાનો ચાલુ. પાછો આક્રોશ, બેફામ શબ્દો ધર્મ પ્રત્યેનો ભભૂકતો રોષ. ને પાછો માર.. બહારથી છોકરાઓ બારણાં પછાડે બારણું ખોલો, નહીંતર તોડી નાખીશું.’ પણ ન ખોલ્યું. મોંઘીબહેન તો મનમાં અરિહંતની ધૂન, ગુરુદેવનું શરણ. પતિને દુષ્ટ જોવાના જ નહોતા. મારા કર્મો જ દુષ્ટ છે. ને તેથી નથી કોઈ ફરિયાદ, નથી કોઈ રોષ કે નથી કોઈ રીસ. પાછો આક્રોશ, પાછો માર.. પતિના ક્રોધનું આ તાંડવ કલાક કરતાં પણ વધુ ચાલ્યું. પછી પતિ પાછા ઓફીસે. પણ જતી વખતે એ પોથીને પાણીના ટાંકામાં નાખી દીધી. - અડોશી-પડોશી ઘરમાં આવ્યા. પણ મોંઘીબહેન તો એટલા જ શાંત અને એટલા જ સ્વસ્થ. જાણે કે માત્ર ટપલીઓ જ ન મારી હોય! પાણીના ટાંકામાં જોયું તો પોથીનું કપડું ભીનું થયું નહોતું. પતિના મૂઢમારની આવી પ્રસાદી તો કેટલીય - ગરીબ બોલે તો ટપલાં પડે, ધની બોલે તો તાળીયો પડે. Jain Education International જેલર. www.jaineibrary.org For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124