Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 93
________________ ગુંડાઓની સાથે ત્યાં જ છૂપાયેલો હતો. બહાર આવીને હોહા કરી મૂકી, ગાળો ભાંડવા લાગ્યો ને રામતનુની ધોલાઈ કરવા લાગ્યો. ગુંડાઓ પણ તૂટી પડ્યા. રામતનુ તો ભારે આઘાત સાથે ડઘાઈ જ ગયો. એને કાંઈ સમજ જ ન પડી કે આ શું થઈ રહ્યું છે? શા માટે થઈ રહ્યું છે? કોલાહલ સાંભળીને આસપાસના ઘરવાળાં બહાર દોડી આવ્યા. સારું એવું ટોળું ભેગું થઈ ગયું. લોકોને રામતનુની સજ્જનતાનો ખ્યાલ હતો. અને એના પ્રત્યે બધાને આદરભાવ હતો, કારણકે લગભગ બધા પર એણે કાંઈ ને કાંઈ ઉપકાર કરેલો હતો. અલબત્ત ઉપકાર તો અધરચંદ્ર પર પણ કરેલો જ હતો. પડોશી હોવાના નાતે અનેકવાર સહાય કરેલી હતી. જ્યારે આખા ગામમાં પ્લેગ ફેલાયેલો ને અધરચંદ્ર પણ એમાં સપડાયેલો ત્યારે અધરચંદ્રના કુંટુંબીઓ તો “સહુ સ્વારથ કે હિતકારી ઉક્તિને સાર્થક ઠેરવતા હોય એમ એને છોડીને ચાલ્યા ગયેલા. એ વખતે રામતનુ બાબુએ જ પોતાની પરાર્થરસિકતાને ચરિતાર્થ કરતાં હોય એમ એની ચોવીસે કલાક સેવા કરેલી, દવા - દારુ કરેલા અને એને બચાવી લીધેલો. પરિવારજનો તો એ સારો થયા બાદ પાછા આવેલા. અને છતાં ઈર્ષ્યાખોર અધરચંદ્ર આજે કૃતઘ્ન બની રામતનુને બદનામ કરવા મથી રહ્યો છે. પણ કુદરત તો કુદરતનું કામ કરે જ છે. આ બધો તમાશો જોવા છતાં લોકોને રામતનું નિર્દોષ અને સજ્જન ભાસ્યા અને અધરચંદ્ર દોષિત અને દુર્જન ભાસ્યો. એક જણે તો પેલી સ્ત્રીને નજદીકના એકગામની આવારા સ્ત્રી તરીકે ઓળખી પણ કાઢી. એ આવા જ કામ માટે પંકાયેલી હતી. ગુંડાઓને પણ લોકોએ ઓળખી કાઢ્યા. રામતનુને બચાવીને લોકો અધરચંદ્ર પર તથા ગુંડાઓ ઉપર ગિન્નાયા અને રીતસરના એમના પર તૂટી જ પડ્યા. પણ કોમળહૃદયના રામતનુબાબુ આ સહી ન શક્યા. એમણે હાથ જોડીને બધાને વિનંતી કરી. ખુદ વચ્ચે પડ્યા. અને માંડ માંડ અધરચંદ્ર વગેરેને બચાવ્યા. પેલી આવારા સ્ત્રી તો ઓળખાઈ ગઈ ત્યારથી જ ભાગી ગઈ હતી. છતાં આ બધું જોઈને બે માણસો જ્યાં પોલીસ ચોકી હતી તે બે માઈલ દૂરના ગામમાં ખબર આપવા દોડી ગયા હતા. બધી વાત સાંભળીને ફોજદારે પોલીસોની સાથે જ તપાસ આદરીને અધરચંદ્ર તથા ગુંડાઓને પકડી લીધા. સાક્ષી બનવા સહુ કોઈ તૈયાર હતા. પેલી સ્ત્રીને પણ પોલીસ મોકલીને પકડી મંગાવવામાં આવી. એણે તો આવતાં જ પોતાનો અપરાધ સ્વીકારી લીધો અને કહી દીધું કે અધરચંદ્ર પંદર રૂપિયા આપીને મારી પાસે આ કામ કરાવ્યું છે. પણ મને જેલર. TVVVVVV.Jamelibrary.org Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124