Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 97
________________ વૃક્ષોને ઉખેડી ઉખેડીને બહાર ફેંકી દીધા. વિશાળ મેદાન બનાવી દીધું. ને પછી પણ, એક તણખલું ય ઊગી નીકળે તો એ સાફ કરી નાખતો. અને પછી જ્યારે ફરીથી દાવાનળ લાગ્યો. આ મેદાનમાં હજારો પશુઓનો આબાદ બચાવ થઈ ગયો. પણ પેટ્રોલના ટેંકરનું પાણીના ટેંકરમાં રૂપાંતરણ થઈ શકે? હા, કેમ ન થઈ શકે? માત્ર કાનમાં વધારાના સંગીતનો પ્રવેશ, નિંદ્રામાં ખલેલ ને ક્રોધનો પારો એવા આસમાને પહોંચ્યો કે શવ્યાપાલકના કાનમાં ધગધગતો સીસાનો રસ નાખી દીધો. આવા ભયંકર દુર્વાસાબાન્ડ ક્રોધી સ્વભાવ ધરાવનારા આત્માએ ક્ષમાને એવી આત્મસાત્ કરી કે કાનમાં તણ ખીલા ઠોકાવા છતાં ક્રોધની એક રેખા પણ નિર્માણ ન થઈ. સાધુના ભવમાં સામાન્ય જ્વલનશીલ ઈધણ જેવો બાળમુનિ પર ગુસ્સો હતો. ચંડકૌશિક ઋષિના ભવમાં જ્વલનશીલતા વધી. આશ્રમમાંથી ફળ તોડે એ બધાને ખતમ કરી નાખું. ને દૃષ્ટિવિષસર્પના ભવમાં તો અતિજ્વલનશીલ સ્વભાવ બની ગયો. જે નજરે ચડ્યો એને ખતમ કરી નાખું. પણ પછી પ્રભુવીરની કરુણાના જળને એવું ઝીલ્યું કે જ્વલનશીલતા ખતમ. સ્વભાવ તો જાણે ઠંડોગાર બરફ લોકોએ પથ્થરમાર્યા, દંડ ફટકાર્યા, જંગલી કીડીઓએ શરીરને આરપાર વીંધી નાખ્યું. પણ ક્રોધનો એક તણખો પણ ઝરતો નથી. તિર્યંચયોનિમાં રહેલ એક દષ્ટિવિષસર્પ જો આ હદે પેટ્રોલને પાણીમાં ફેરવી શકે તો આપણે કેમ નહીં? એ કઈ રીતે ફેરવી શકાય એ આગળના પ્રકરણમાં વિચારીશું. દોસ્તોવસ્કીએ તેના પુસ્તક “ડાયરી ઓફ રાઈટર” માં લખ્યું છે કે ભવિષ્ય શૂન્ય કે અંધકારમય દેખાવાનો અનુભવ ઘણો જ અપમાનજનક હોય છે. જે કુદરતે મારી આવી બેહાલી અને ધિક્કારજન્ય દશા કરી છે એ કુદરતને જ હું સજા કરવા માગું છું. પરંતુ કુદરતનો વિનાશ કરવો મારાથી શક્ય નથી. તેથી હું મારો નાશ કરું છું. જેમને કર્મવિજ્ઞાન” કે “મારું જે કાંઈ બગડ્યું છે તે મારાં જ પૂર્વકૃત્યોનું ફળ છે, એમાં બીજા કોઈનો (કુદરતનો કે ઈશ્વરનો પણ) હાથ નથી” આવું તત્ત્વજ્ઞાન નથી મળ્યું તેઓને કેવા અસહ્ય સંકલેશનો ભોગ બનવું પડતું હોય છે! જેલર | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124