Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 89
________________ છું કે થપ્પડ મરાવું છું. તું જ વિચારને કે કોઈ ગાળ આપનાર હોય જ નહીં. તો ક્ષમા કેળવશે શી રીતે ? માટે સમજી રાખ કે ગાળ વગેરે ક્ષમાના અવસરો છે, ક્રોધના નહીં.' વળી મગજની કેળવણી માટે પહેલાં બે ને બે ચાર થાય.. એવા સરળ દાખલા, પછી અઘરાં દાખલા ને પછી ઉત્તરોત્તર વધુ ને વધુ ગૂંચવાડા ભરેલા દાખલા આપવામાં આવતા હોય છે. એમ થપ્પડ ખાવા પર ક્ષમાનો પ્રતિભાવ શીખી ગયેલા આત્માને આગળના પાઠ ભણાવવા માટે હાથ - પગ ભાંગી જાય એવા પ્રહાર ઉપસ્થિત કરાય છે. એ અવસરે પણ જે આત્મા ક્ષમાનો સાથ છોડતો નથી એને હજુ આગળ વધારવા માટે જ પ્રાણહર પરિસ્થિતિ નિર્માણ થાય છે. એમ સમજવું જોઈએ. આવું જ ક્રમશ: પાંચ હજાર, પાંચ લાખ કે પાંચ કરોડના નુકશાન અંગે સમજવું જરૂરી છે. એટલે જ કુદરત કહે છે કે કરોડોનું નુકશાન કે પ્રાણઘાતક ઘા.. આ બધું જ ક્ષમાનું નિમિત્ત છે, ક્રોધનું નહીં. અને તેથી તે તે પ્રસંગે જે જીવ ક્રોધ કરે છે એને કુદરત સજા કર્યા વિના રહેતી નથી અને જે જીવ ક્ષમા દાખવે છે એને કુદરત સત્કાર્યા વિના રહેતી નથી. નિર્ણય આપણે કરવાનો છે કે મારે કુદરત તરફથી સજા જોઈએ છે કે સત્કાર ? ક્ષમા કેળવવા માટે અન્ય એક વિચાર આ છે કે ગાળ, અપમાન કે આર્થિક નુકશાન આપણા બી.પી. સુગર વગેરેને અસર કરી શકતા નથી, પણ એ વખતે આપણે કરેલો ક્રોધ જ હાયપરટેન્શનના રોગોને આમંત્રે છે. એમ બીજાએ આપેલો ત્રાસ આપણને નરકાદિ દુર્ગતિમાં લઈ જવા સમર્થ નથી. પણ એ વખતે આપણે કરેલો ક્રોધ જ આપણને નરકનો મહેમાન બનાવી દે છે. પાલકે પાંચસો શિષ્યોને યાંત્રિક ઘાણીમાં પીલી નાખ્યા. પણ એકેને દુર્ગતિમાં મોકલી ન શક્યો, કારણકે કોઈએ ક્રોધ કર્યો નહીં. અપૂર્વ સમતા દાખવી. ખંધકસૂરિને પણ પીલ્યા. પણ તેઓએ ગુસ્સો કર્યો તો દુર્ગતિના રવાડે ચડી ગયા. આ પ્રસન્નચન્દ્રરાજર્ષિ અંગેના શ્રેણિક મહારાજાના પ્રશ્નનો સર્વજ્ઞ પ્રભુ મહાવીર દેવે જવાબ આપ્યોઃ “સાતમી નરકે જય.” રાજર્ષિને સાતમી નરકે કોણ મોકલી રહ્યું છે? મંત્રીઓએ આચરેલો વિશ્વાસઘાત? કે મંત્રીઓને દુષ્ટ માનવાથી પેદા થયેલા ક્રોધે ખેલેલું માનસિકતુમુલ યુદ્ધ? પ્રભુએ બીજીવાર જવાબ આપ્યો: ‘સર્વાર્થ સિદ્ધ વિમાન; વાગી દેવની દુંદુભિ ત્યાં, ઋષિ પામ્યા કેવલજ્ઞાન. જેલર www.jainelibrary.org ( જેલર) Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124