Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 81
________________ વધારે ઉંચી ક્વોલિટીવાળા પ્રાણ એ જીવને કુદરત આપે છે. શીલ - સદાચાર અને સગુણ માટે સંપત્તિ - સમય - સ્વજન કે શરીર જે કાંઈ પણ છોડવું પડે – છોડવામાં આવે તો આ સોદો જીવને ક્યારેય નુકશાનમાં ઊતારતો નથી, પણ લાભ જ લાભ કરાવી આપનારો નીવડે છે. આ બધી વાતો પરથી નક્કી થાય છે કે સંપત્તિ કરતાં આરોગ્ય ને આરોગ્ય કરતાં સચ્ચારિત્ર વધારે મહત્ત્વના છે. એટલે નુકશાન પાંચ-પચ્ચીસ રૂપિયાનું હોય, પાંચ - પચ્ચીશ લાખનું હોય કે પાંચ-પચ્ચીશ કરોડનું હોય, એ માંકડનો ચટકો જ છે ને ક્રોધને વશ થવું એ ઉંદર બિલાડીને શરણે જવા જેવું જ છે. પ્રશ્ન : આનો અર્થ તો એ થયો કે પાંચ – પચ્ચીશ લાખનું નુકશાન થતું હોય તો પણ કાંઈ કરવું જ નહીં. હાથ જોડીને બેસી રહેવું. નુકશાન થવા દેવું. ઉત્તર : જ્ઞાની પુરુષો ઉચિત લોકવ્યવહારનો ક્યારેય નિષેધ કરનારા હોય નહીં. “લેણાંની રકમ આવતી ન હોય તો ઉઘરાણી પણ ન કરવી” આવું તેઓ કહે નહીં. પ્રશ્ન : પણ ઉઘરાણી કરવામાં કડકાઈ જોઈએ જ, ને કડકાઈ કરવા જતાં ક્રોધ પણ આવી જ જાય છે. ઉત્તર : જો સત્ત્વ હોય તો ઉઘરાણી છોડી જ દેવી. ઉઘરાણીને આવવું હોય તો આવે, ન આવવું હોય તો પાંચ-પચ્ચીશ લાખ ભલે ડૂબી જાય. પણ મને ગુસ્સો પાલવે નહીં. સંપત્તિના ભોગે હું ક્ષમાને સાચવી લઈશ. તો કુદરત મારી કદર કરશે જ. પ્રશ્ન : પણ એટલું સત્ત્વ ન હોય તો ? વળી આપણે પણ કોકની પાસે પૈસા લીધા હોય. એ લેણદાર પઠાણી ઉઘરાણી કરતો હોય. આપણને જ નહીં. આખા પરિવારને કનડ્યા કરતો હોય તો ? . ઉત્તર : એટલે જ જ્ઞાનીઓએ આવા અર્થવ્યવહારોનો નિષેધ કર્યો છે. દુનિયાના પૈસે પોતે કમાવવા નીકળવું ને ગરબડ થઈ જાય તો નાદારી નોંધાવીને લોકોના પૈસા ડૂબાડી દેવા” આ પશ્ચિમની વિકૃતિ છે, આપણી સંસ્કૃતિ નહીં. છતાં આવી પરિસ્થિતિમાં મૂકાઈ જ ગયા છીએ ને તેથી ઉઘરાણી દરમ્યાન ગુસ્સો પણ આવી જ જાય છે, તો પણ એને કર્તવ્ય તો ન જ માનવો. એનો મનમાં રંજ જ અનુભવવો. અવકાશના સમયે “હું અંગારા મેળવવા માટે ચંદન બાળી રહ્યો છું.” હું એક ખીલી માટે આખો મહેલ ઉર્ધ્વસ્ત કરી રહ્યો છું.' [ જેલર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124