Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ કે આપણને કાંઈપણ હેરાનગતિ કરનાર કોઈપણ વ્યક્તિ એકદમ સ્વતંત્ર પોતાની ઈચ્છાથી આપણને હેરાન કરતી નથી, પણ કર્મસત્તા જ તેની પાસે તેવી તેવી કારવાહી કરાવે છે. શંકા : ગુણસેનની વાત જવા દો. બાકી તો મોટેભાગે બધા પોતાની ઈચ્છાથી જ બીજાને હેરાન કરતા હોય છે. જેમ કે આ પુસ્તકમાં અન્યત્ર જેની વાત છે એ નાગકેતુના પૂર્વભવમાં કિશોરને એની સાવકીમા પોતાની ઇચ્છાથી જ ભયંકર ત્રાસ આપતી હતી ને ? સમાધાન : હા, સાવકી માની પોતાની ઇચ્છા ખરી. પણ એ ઇચ્છા પણ કર્મસત્તાની જ દેણગી માનવી જોઈએ. સુભૂમચક્રવર્તીને છખંડનું સામ્રાજ્ય મળ્યું. પણ સંતોષ ન થયો. મારી પાસે ૧૪ રત્નો - નવનિધાન - ૯૬ કરોડનું લશ્કર છે. વળી ૧૬૦૦૦ દેવો મારી સેવામાં છે. ધાતકીખંડના ભરતક્ષેત્રના પણ ૬ ખંડ કેમ ન જતું ? ને એણે ચર્મરત્ન - છત્રરત્નદ્વારા બારયોજનની છાવણી તૈયાર કરી. ૯૬ કરોડના સૈન્ય સાથે એ છાવણીમાં આરૂઢ થયો. સોળહજાર દેવોને આજ્ઞા કરી કે આખી છાવણી ઊઠાવો. ને બે લાખયોજનના લવણસમુદ્ર ઉપરથી અદ્ધર લઈ ધાતકીખંડમાં પહોંચાડો. દેવો કામે લાગી ગયા. છાવણી લવણ-સમુદ્ર ઉપરથી પસાર થઈ રહી છે. ને કર્મસત્તાની કોર્ટમાંથી ઑર્ડર છૂટી ગયો. એક દેવને વિચાર આવ્યો કે બીજા ૧૫૯૯૯ દેવો આ છાવણી ઊંચકી રહ્યા છે. હું એક ખસી જઈશ તો શું વાંધો આવવાનો છે ? એ દેવ ખસી ગયો. ના, એ એકલો જ નહીં, સોળે હજાર.. બધા જ દેવો ખસી ગયા, કારણકે બધાને એ જ વખતે એ જ વિચાર આવેલો. ને સુભૂમચક્રીએ પૂરી છાવણી સાથે લવણસમુદ્રમાં જળસમાધિ લેવી પડી. સામાન્યથી દેવો અત્યંત વફાદાર હોય છે, ક્યારેય બેવફા બનતા નથી. “મારા ખસવાથી આ જળશરણ થઈ જશે” આવી કલ્પના હોત તો તો એક પણ દેવ ખસત જ નહીં, કારણકે એકપણ દેવની એવી ઈચ્છા હતી જ નહીં કે સુભૂમ ડૂબી જાય. ને છતાં જેના કારણે એ ડૂબી જાય એવી ઈચ્છા દરેક દેવને થઈ છે. તો આ ઇચ્છા કોણે કરાવી ? આપણે માનવું જોઈએ કે કર્મસત્તાએ જ આવી ઇચ્છા કરાવી છે. ને એ રીતે સુભૂમને ફટકારેલી સજાનો અમલ કરાવી દીધો છે. ભીમસેનચરિત્રની પણ કેટલીક વાતો આ જ હકીકતનું સૂચન કરે છે. પોતાના અત્યંત વિષમકાળમાં એને જાણવા મળ્યું કે બાર યોજન દૂર આવેલા (૪૦ ( જેલર | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124