Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 75
________________ કારણે ઉચાટવાળું જીવન. ને આ બધાના પ્રભાવે વધારે ને વધારે ભયંકર નરકની યાતનાઓ. સમરાદિત્યના મોક્ષગમન પછી પણ અનંતકાળ સુધી સંસારમાં રિબામણભરેલું ભમણ. ત્યાર પછી ફરીથી ક્ષમાને આત્મસાત્ કરી આત્મકલ્યાણ. આપણે ચંડકૌશિકને પણ યાદ કરી લઈએ. પ્રભુનું શાસન ન મળ્યું હોવા છતાં કેવું ગુણિયલ વ્યક્તિત્વ હતું ગોભદ્રબાહ્મણનું. ઘણી જ વિકટ આર્થિક પરિસ્થિતિ હોવા છતાં, છતી વિવિધકલાઓની કુશળતાએ અને છતાં પુરુષાર્થશીલવ્યક્તિત્વે, એ ધનોપાર્જન માટે કોઈ વિશેષ પ્રયત્ન કરતો જ નહોતો, કારણકે અપૂર્વ સંતોષને ધરનારો હતો. જેવો ધન અંગે સંતોષ હતો એવો જ કામ અંગે સંતોષ હતો. રાત્રીનો સમય, જંગલનું એકાંત, દિવ્યવિમાન જેવું સ્થાન, પાસેના જ કમરામાં પોતાનો સાથીદાર એક યુવતી સાથે ભોગવિલાસમાં ગળાડૂબ છે. ને એ યુવતીની જ નાની બહેન અપ્સરા તુલ્યરૂપવાળી યુવતી સામેથી આવીને કહે છે : “આજની રાત મારે તમારી સાથે ભાર્યાની જેમ રહેવાનું છે.' તો પણ કોઈ જ ગલગલિયા નહીં. પોતાનું શીલ તો અંખડ રાખ્યું. પણ એ ભાર્યાભાવ દેખાડવા આવેલી સુંદરીને પણ વાસ્તવિક ભગિની બનાવી દીધી. સ્વગુણનો કોઈ અહંકાર - આપબડાઈ નહીં, અન્યની દુષ્ટપ્રવૃત્તિઓ જોવાનું જાણવા છતાં કોઈ તિરસ્કાર નહીં, અત્યંત પરોપકારીપણું. ધનની આવશ્યકતા ઊભી થઈ છતાં એ માટે ન કલા વેચવાની તૈયારી કે ન યાચના કરવાની દીનતા, માન્ટિક-નાન્ટિક સંહારક શક્તિઓના કારણે અત્યંત શક્તિશાળી બે માનવીઓ કે જેઓ પરસ્પર અપરાધના કારણે પરસ્પર ખતમ કરી નાખવાના તીવવૈરવાળા હતા તેમનો વૈરભાવ છોડાવી પ્રીતિભાવ ઉત્પન્ન કરવાની ધીરજ અને કુનેહ.. શ્રી મહાવીરચરિય ગ્રંથમાં ગોભદ્રબ્રાહ્મણના પ્રસંગો વાંચીએ ત્યારે આવા તો એના અનેક સણો પ્રતીત થયા વિના રહેતા નથી. આવો ગુણિયલ ગૃહસ્થ સંયમ લે પછી કાંઈ બાકી રાખે ? સચ્ચારિત્રનો ભવ્ય વિકાસ સાધ્યો. પણ ક્ષુલ્લકમુનિના “મહારાજ!દેડકી” “મહારાજ!દેડકી..” કરવા પર ક્ષમા ગુમાવી. ક્રોધાવિષ્ટ બન્યા. તો આગળના જન્મોમાં પણ, ક્ષમા જ નહીં, બધું જ સચ્ચારિત્ર ગુમાવ્યું. ઠેઠ દૃષ્ટિવિષસર્પ બનવા સુધી પહોંચ્યા. 'જીવનનું એક જ ધ્યેય, એક જ લક્ષ્ય, જેના પર દૃષ્ટિ પડે એને ખતમ કરો. ક્યાં ગોભદ્રને ક્યાં ચંડકૌશિક સર્પ ? એ તો કરુણાસાગર પ્રભુવીર મળ્યા. ચંડકૌશિકને પૂર્વભવોનું સ્મરણ કરાવ્યું. પાછી ક્ષમા સાધવાનું પ્રણિધાન કેળવાવ્યું. ને એ Jain Education International જેલર www.jainelibrary.org For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124