Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 74
________________ ઉપભોગની સામગ્રી દ્વારા મોજમજાહ કરી શકાય છે એના કારણે છે. આરોગ્યની પાયમાલી કરી નાખનારો છતી સંપત્તિએ આ બધાથી વંચિત રહે છે. પરિવારજનો, સ્વજનો ને મિત્રો.. બધા આની સંપત્તિ પર લીલાલહેર કરતા હોય ને આના નસીબમાં? પથારીમાં એક પડખું ફેરવવું હોય તો પણ પગારદાર નોકરની પરાધીનતા. (પ્રેમાળ પત્નીની નહીં, એ તો શેઠાણી! એને તો આની સંપત્તિ સાથે ને એ સંપત્તિપર થતી જયાફત સાથે જ નિસ્બત!!) ખોરાકમાં માત્ર ચા-દૂધ કે મોસંબી રસ જ હોય ને તે પણ સેવક ચમચીએ ચમચીએ મુખમાં મૂકે ત્યારે. એટલે આરોગ્ય ગુમાવ્યા બાદ, ધન તો હોય તોય ગુમાવ્યા જેવું જ છે. માટે આરોગ્ય ગુમાવનારે કંઈક ગુમાવ્યું છે. પણ જો જીવ, પોતાનું સચ્ચારિત્ર ગુમાવી દે છે તો એ આ ભવમાં તો પાછું મળતું નથી, પરલોકમાં પણ મળતું નથી. જીવને પાછી પ્રેરણા મળે, સચ્ચારિત્ર કેળવવાનું પ્રણિધાન બંધાય ને એને અનુરૂપ સતત સખત પુરુષાર્થ ફોરવાય. એ પછી જ ફરીથી એની પ્રાપ્તિ થાય છે. પણ એમાં હજારો, લાખો કે અસંખ્ય જનમ વીતી જાય કે કોઈકને અનંતકાળ વીતી જાય, તો પણ નવાઈ નહીં. માટે કહેવાય છે કે જો સચ્ચારિત્ર ગુમાવ્યું તો સઘળું ગુમાવ્યું. વળી સચ્ચારિત્ર ગુમાવ્યું એનો અર્થ જ જીવ દુશ્ચારિત્રનો શિકાર બની ગયો. પછી જ્યાં સુધી એની ચુંગાલમાંથી છૂટે નહીં ત્યાં સુધી દુરાચારમય ને દુર્ગુણમય જીવનો ને એના પ્રભાવે એવા ચીકણાં કર્મોનો બંધ કે જેથી દુર્ગતિઓની પરંપરા ને એમાં પણ દરેક જનમમાં ન આરોગ્યના ઠેકાણાં કે ન સંપત્તિના ઠેકાણાં. આનું જીવતું જાગતું દૃષ્ટાંત એટલે અગ્નિશમ! પૂર્વાવસ્થામાં ગુણસને ગુજારેલો ભયંકર ત્રાસ ને પોતે તાપસ બન્યા પછી પણ ચૂકાવેલાં બે - બે પારણાં. લાગટ ત્રીજા મા ખમણનો પ્રારંભ, છતાં કેવો સમતાભાવમાં આગળ વધેલો. ભલભલાનું દિલ ઓવારી જાય એવી દિલની ઉદારતા - ક્ષમા. પણ ત્રીજું પારણું ચૂકવવા પર ક્ષમા ગુમાવી દીધી. તો ક્રોધનો શિકાર બની ગયો. પરિણામ? ગુણસેન ક્રમશઃ ઉપર ઉપરના દેવલોકની સમૃદ્ધિઓના, સાધનાઓના અને ગુણોના શિખરો સર કરતો ગયો. છેવટે છેલ્લે સમરાદિત્યના ભવમાં સર્વકર્મનો ક્ષય કરી મોક્ષ પામી ગયો. અને અગ્નિશમ! એ જ ગુણિયલ - પ્રેમાળ - નિર્દષ્ણ ગુણસેનનો પુત્ર - પત્ની - ભાઈ વગેરે બનવા છતાં અત્યંત કલુષિત સ્વભાવ, ભયંકર વૈરાનુબંધ, સતત છળકપટ ને વિશ્વાસઘાત વગેરે | જેલર | www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124