Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 78
________________ પુરુષો તરફથી કેવી હરકતો થતી હોય છે એ જગજાહેર છે. એ હરકતો ને કમને પણ નભાવવી જ પડે છે. ને પછી યૌવનને એ ગમવા લાગે છે. સ્વંય લપસવાનું ચાલુ થાય છે. ને લપસતાં લપસતાં સાવ છેલ્લા પગથિયાં સુધી લપસી ગયા તો જિંદગીભર એક ગુનાહિત લાગણી દિલને કોસ્યા જ કરે છે. લગ્નબાદ પતિ જ્યારે પવિત્રતા અંગે પ્રશ્ન પૂછે ત્યારે સાચી વાત કહી શકાતી નથી. અને અત્યંત પ્રિયપાત્ર એવા પતિને દરેક વખતે ખોટો જવાબ આપવો પડે છે. ભારે માયાચાર સેવવો પડે છે. દિલમાં સતત ડંખ રહ્યા કરે છે. ભવિષ્યમાં આ બધાના દારૂણ પરિણામો.. એના કરતાં જિંદગીની થોડી હાઈ-ફાઈનેસ ઓછી પણ ચલાવી લેવાનું શીખ્યા હોત તો? શું ફરક પડે છે? બાકી વાસ્તવિક રીતે તો સદાચાર-સદ્ગુણમય જીવન એ જ હાઈ-ફાઈજીવન છે. બધા જ નૈતિકમૂલ્યોની ઐસી તૈસી કરીને ધન કમાવવું ને એ ધનના જોરે બંગલો ભવ્ય હોય, કાર લેટેસ્ટ મોડલની હોય, ઈન્ટીરીયર ડેકોરેશન નંબર વન હોય, વેશભૂષા પશ્ચિમી સંસ્કૃતિને (કે વિકૃતિને?) અનુરૂપ હોય, સ્વપુરુષ કે પરપુરુષની આભડછેટ વિનાના હસી-મજાક, વાતો કે સ્પર્ધાદિમાં કોઈ મર્યાદા ન હોય, ડાન્સ અને પાર્ટીના ઝાકઝમાલ જલસા હોય, પૈસો તો પાણીની જેમ ભોગવિલાસમાં જ વેરવાનો હોય. આવી બધી લાઈફસ્ટાઈલને હાય-ફાય માનનારાનો આત્મા ગટરક્લાસ જ હોય એવું નથી લાગતું? બંગલાની ને ફનચરની જ ભવ્યતા જોવાની? આત્માની નહીં? આત્માની ભવ્યતા તો કેવી હોય? અંગ્રેજોના કાળમાં વડાલાગામ ડુંગરી કહેવાતું. આઝાદી આવ્યા પછી ગામધણીની હકુમત ગઈ. ગામના ગિરાસદાર એવા બે ભાઈઓ સમય ઓળખીને જુદા થયા. બાપદાદાની મિલકતરૂપ વડાલા ગામને બેના ભાગમાં રાજીખુશીથી વહેંચી લીધું. માલમિલકત-જમીન- ઢોર - સોનુંરૂપું વગેરે બધાના યોગ્ય ભાગ કર્યા. ગામના પાદરે એક ૧૦૦ વીઘાની વાડી હતી. માત્ર એના ભાગ ન પાડ્યા, ને એ મોટાભાઈ વીરાના હિસે રાખી, કારણકે મોટાભાઈ વીરાને નિશાનબાજીમાં રાજ્ય તરફથી ઈનામમાં મળી હતી. “મોટાભાઈની કુશળતાને મળી છે. બાપદાદાની મિલકત ન ગણાય” એમ સમજીને નાના રામભાઈએ પણ એનો ભાગ ન માગ્યો. ૨૦ વર્ષ વીતી ગયા. વીરાભાઈનું મૃત્યુ થયું. બન્નેના દીકરા યુવાન થઈ ગયેલા. કારભાર સંભાળી લીધો. ને પછી રામભાઈના દીકરાઓએ વાડીમાં ભાગ માગ્યો. વિરાભાઈના દીકરાઓએ સમજાવટથી કહ્યું: અમારા પિતાજીને ઈનામમાં મળી છે, કાકાએ પણ ભાગ માગ્યો નથી. છo Jain Education International For Personal & Private Use Only | જેલર. eenbrary.org L

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124