Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 70
________________ ચપ્પલ ઘરે ભૂલી ગયેલો એક મુસાફર રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. પથ્થરની જોરદાર ઠોકર લાગી. નખ ઉખડી ગયો. ભારે પીડા. પણ એ વિચારી રહ્યો છે “સારું થયું ચપ્પલ પહેર્યા નહોતા. નહીંતર એમાં અંગુઠાનું નાકું તૂટી જાત.” બોલો આ મૂર્ખામી કહેવાય કે નહીં? આ તો કહેવાય જ ને કારણકે છેવટે પગ એ પોતે છે ને ચપ્પલ પર છે.” બસ ! આવું જ પ્રસ્તુતમાં છે, કારણકે પૈસા કે પ્રાણ, છેવટે જીવ માટે પરાયી ચીજ છે. એક દિવસ છૂટી જ જનાર છે. જ્યારે ક્ષમા તો જીવ પોતે છે, પોતાનું જ સ્વર્ગની પરી જેવું મનમોહક સ્વરૂપ છે. પરાયી ચીજના બગાડને રોકવા જાતને બગાડી નાખવામાં-ક્ષમાપરીની નજાકતતાને ગુમાવી ક્રોધરાક્ષસની બર્બરતાને અપનાવવામાં ડહાપણ ન જ હોય. આ વાસ્તવિકતાને એક વિશ્વપ્રસિદ્ધ વાતથી સમજવાનો પ્રયાસ કરીએ. એ વિશ્વપ્રસિદ્ધ વાત એટલે આ ત્રણ અંગ્રેજી વાક્યો. If wealth is lost, nothing is lost, If health is lost, something is lost, If character is lost, everything is lost. આ ત્રણ વાક્યોનો અર્થ પણ એટલો જ પ્રસિદ્ધ છે. , જો ધન ગુમાવ્યું, તો કશું જ ગુમાવ્યું નથી, જો આરોગ્ય ગુમાવ્યું, તો કંઈક ગુમાવ્યું છે, પણ જો સદ્ગુણ-સદાચારમય સચ્ચારિત્ર ગુમાવ્યું તો બધું જ ગુમાવ્યું છે. આ વાત ઉચિત તો લાગે જ છે, પણ એની પાછળ કારણ શું? “ધન કરતાં આરોગ્યનું ને આરોગ્ય કરતાં સચ્ચારિત્રનું મહત્ત્વ વધારે છે એમ કહી શકાય. પણ મહત્ત્વ પણ આ જ ક્રમમાં કેમ અધિક છે ? આ પ્રશ્નનો જવાબ મેં આવો વિચારેલો છે. આ જગતમાં એવા ઘણા શ્રીમંતો છે જેઓએ જિંદગીમાં ઘણી આસમાનીસુલતાની જોયેલી હોય. શેરબજારના ખેલંદાઓને તો આ રોજના જેવું લાગે. કરોડપતિનો ક ડૂલ થઈ જતાં પણ વાર નહીં, ને પાછું પોતાનું સ્થાન લઈ લેતાં પણ વાર નહીં. કેટલીય સ્ક્રીપ્ટના ભાવોનો ગ્રાફ આઈસીયુમાં રહેલા હાર્ટપેશન્ટના કાર્ડિયોગ્રામને ડિટ્ટો અનુસરતો હોય. આનો મતલબ સ્પષ્ટ છે. ગયેલું ધન આ જ જનમમાં પાછું મેળવી શકાય છે. વારંવાર મેળવી શકાય છે. જે ગુમાવેલું - બે સગપણ ને ત્રીજું વેર કદી ન આવશો મારે ઘેર Jain Education International For Personal & Private Use Only જેલર | www.jamendrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124