Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ માંકડ- બિલ્લી એક ઉંદરને એક માંકડે ચટકો ભર્યો. ઉંદર ધુંઆપૂંઆ થઈ ગયો. હરામખોર! બતાવી દઉં.' પણ વિચાર આવ્યો, એક કરતાં બે ભલા. કોની સહાય લઉં ? ને મનોમન નિર્ણય કરીને એ બિલાડીની સહાય લેવા ઉપડ્યો. પરિણામ ? માંકડના ચટકાની પીડા સામે ઉંદરનું બિલાડીની સહાય લેવા જવું એ કેટલું બધું અજુગતું, મૂર્ખામીભરેલું અને કટુપરિણામવાળું લાગે છે ? જ્ઞાનીઓ કહે છે દુન્યવી કોઈપણ નુકશાનની પીડા સામે જીવ ક્રોધનું શરણ લે એ આના કરતાં પણ વધારે અજુગતું – મૂર્ખામી ભરેલું ને વધારે દારૂણ વિપાકવાળું છે, કારણકે ઉંદરે માત્ર પ્રાણ ખોવાના છે ને એક જ વાર કરવાનું છે, જ્યારે ક્રોધના શરણે ગયેલા જીવે, પોતાના ક્ષમામય ગુણિયલ આત્માને ગુમાવવાનો છે, ને દુર્ગતિના રવાડે ચડીને વારંવાર કરવાનું છે. હા, દુન્વયી કોઈપણ નુકશાન એ માત્ર માંકડનો ચટકો છે. પછી ભલેને એ નુકશાન ગાળ સાંભળવાનું હોય, અપમાન વેઠવાનું હોય, જૂઠા આરોપોનો સામનો કરવાનું હોય, ચીજ-વસ્તુનો બગાડનું હોય, પાંચ હજારનું હોય, પાંચ લાખનું હોય, પાંચ કરોડનું હોય કે પાંચ અબજનું હોય, થપ્પડનું હોય, દંડાના ફટકાનું હોય, હાથ-પગ ભાંગવાનું કે ઠેઠ પ્રાણ ગુમાવવાનું હોય, એ માત્ર માંકડનો ચટકો જ છે ને એની સામે ક્રોધનો ધમધમાટ કરવો એ ઉદરે બિલાડીની સોડમાં તણાવા જેવું છે. પ્રશ્ન : પાંચ-પચ્ચીસ રૂપિયાના નુકશાનની સામે ગુસ્સો ન કરવો જોઈએ, લેટ - ગો કરવું જોઈએ, એ બરાબર. પણ લાખો રૂપિયાનું નુકશાન વેઠવા છતાં કે હાથ-પગ કોઈ ભાંગી નાખે ત્યારે પણ ગુસ્સો ન કરવો. ગુસ્સો કરવો એ ભૂખમી કહેવાય. આ વાત શી રીતે બરાબર હોય શકે ? ઉત્તર : ગુસ્સો કરવો એ જીવનો અનાદિકાળનો અભ્યાસ છે. નુકશાન થવા પર જ નહીં, નુકશાન થવાની કલ્પનામાત્ર પર પણ જીવ ગુસ્સો જ કરે છે. લંટ - ગો કરવા તૈયાર જ નથી. વળી આ વાત માત્ર પોતાના પૂરતી જ સીમિત છે, એવું પણ નથી. આસપાસની આખી દુનિયામાં લગભગ આ જ જોવા મળે છે. તેથી, “ગુસ્સો એ મૂર્ખતા છે, અકર્તવ્ય છે આ વાત માનવા મન તૈયાર ન થાય એ સહજ છે. પણ એટલામાત્રથી એ મૂર્ખતારૂપે મટી જતો નથી. | જેલર Jain Education International For Personal & Private Use Only -: ભારતelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124