Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 67
________________ ઘડીઓમાં જૂઠ નથી બોલવું. પાપ નથી છૂપાવવું. ઘણાં વર્ષો પૂર્વે એક હત્યા કરીને હું આબાદ નિર્દોષ છૂટી ગયેલો. મને લાગે છે કે એની સજા હાલ મને થઈ રહી છે. અને ન્યાયાધીશની શ્રદ્ધા વધારે સ્થિર થઈ ગઈ. વાત આ છે, વર્તમાનમાં આપણી જાત ગમે એટલી નિર્દોષ ભાસતી હોય, પણ જો સજા થઈ રહી છે, તો આપણો ગુનો હોવો જ જોઈએ. વર્તમાનનો નહીં તો અતીતનો. પણ સજા, વિના અપરાધ હોતી નથી. ને સજા જો આપણા જ અપરાધની છે, તો એનો અમલ કરનાર જેલર જ હોય શકે, ને એ જો જેલર જ છે, તો મારે એને દુષ્ટ મનાય નહીં. એનો બદલો લેવાનો વિચાર પણ કરાય નહીં. પ્રશ્ન : આપણી જેમ સામી વ્યક્તિને પણ પોતાના અપરાધવગર સજા હોય જ નહીં. એટલે, આપણે એને થપ્પડ મારીએ તો આપણે પણ જેલર જ છીએ ને ? ને જેલર કેદીને હંટર મારે વગેરે જે કાંઈ કરે એની એને કાંઈ સજા થતી નથી. એટલે આપણને પણ સજા નહીં થાય ને ? ઉત્તર : લગ્નના બીજા જ દિવસે કન્યા રીસાઈને પિયરમાં ચાલી ગઈ. માતપિતા વગેરેએ પૂછવા છતાં ને સ્વયં વિચારવા છતાં વરરાજા જ્યારે કશું જ કારણ પામી ન શક્યા ત્યારે વરપક્ષનો બધો રસાલો કન્યાને ત્યાં પહોંચ્યો. ખુદના માતપિતા પણ કન્યાને પૂછી રહ્યા છે : “બેટા ! એવું તે શું બન્યું કે તું રીસાઈને પાછી ફરી ગઈ ?' ‘તમારા જમાઈરાજ મને કલંકિત કહે છે કન્યાએ આંખમાં આંસુ લાવીને કહ્યું. બધાની નજર જમાઈ તરફ. ને જમાઈને ભારે આશ્ચર્ય, મેં તને ક્યારે કલંકિત કહી ? આવું પૂછવા પર કન્યાએ પોતાની વાતનો ફોડ પાડ્યો. “કેમ રાત્રે તમે મારી સામે જોઈને કહ્યું નહોતું કે તું ચન્દ્રમા જેવી છો.' સૌમ્યતા - આલ્હાદકતાને જણાવવા આપેલું ચન્દ્રનું દૃષ્ટાંત કલંકિતઅંશમાં લઈ શકાય ? વાત આ છે, કોઈપણ દષ્ટાંત જેટલા અંશમાં અભિપ્રેત હોય એટલા જ અંશમાં લેવાનું હોય છે. સર્વાશ લેવા જઈએ તો અર્થનો અનર્થ થઈ જાય. . પ્રસ્તુતમાં જેલરના દષ્ટાંત માટે પણ આવું જ છે. કોઈના તરફથી આપણને કઈ સહન કરવાનો પ્રસંગ આવે ત્યારે આપણે સમભાવ ચૂકી ન જઈએ એ માટે, એ ત્રાસ આપનારને જેલર સમજીને ક્રોધ, વૈરભાવથી મુક્ત રહેવાનું છે. પણ આપણે જ જ્યારે બીજાને ત્રાસ આપીએ છીએ, ત્યારે આપણે જેલર નથી, (૫૯ Jain Education International For Personal & Private Use Only [, જેલર |ary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124