Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 71
________________ પાછું મેળવી શકાય છે. શીધ્ર પાછું મેળવી શકાય છે. એને ગુમાવવામાં ગુમાવ્યું શું? રાત પડે છે ને આખી દુનિયા પ્રકાશ ગુમાવી દે છે. પણ કોઈ રોવા બેસતું નથી, કારણકે કાલે પાછો પ્રકાશ મળવાનો જ છે. માટે કહેવાય છે કે “જો ધન ગુમાવ્યું છે તો કશું ગુમાવ્યું નથી.' પણ આરોગ્ય એવી વસ્તુ છે જે એકવાર ગુમાવી દીધા પછી આખી જિદંગીમાં પાછું મેળવી શકાતું નથી. શરાબનો નશાબાજ પાછળથી કોઈની સભેરણા પામીને કે અનેક પ્રકારની પાયમાલી અનુભવીને શરાબ કદાચ છોડી દે તો પણ લોહી જે આલ્કોહોલિક થઈ ગયું છે, એ પાછું નોર્મલ થઈ શકતું નથી. ગુટખા - માવામસાલાનો વ્યસની પાછળથી એ છોડી દે તો પણ જડબાનું કેન્સર મટતું નથી. જડબું કઢાવ્યે જ છૂટકો. રાક્ષસ જેવો બીભત્સ ચહેરો ચલાવ્યે જ છૂટકો. પ્રશ્ન : જો આમ જ છે, તો “આરોગ્ય ગુમાવ્યું એટલે સઘળું ગુમાવ્યું એમ જ કહેવું જોઈએ ને ? ઉત્તર : ના, એવું એટલા માટે નથી કહેવાતું કે ગુમાવેલું આરોગ્ય પણ પરલોકમાં તો પાછું મળી જ જાય છે. આશય એ છે કે ગમે એટલા લાંબાકાળથી ઘર કરી ગયેલો રોગ હોય કે આજીવન સભ્ય જેવો બી.પી., ડાયાબિટીસ વગેરે રોગ હોય, પરલોકમાં એક પણ રોગ સાથે ચાલતો નથી. શરીર છોડવાની સાથે જ એના બધા પ્રોબ્લેમ્સ પણ છૂટી જાય છે. ને જીવને પાછું આરોગ્ય પ્રાપ્ત થઈ જાય છે. માટે “આરોગ્ય ગુમાવવામાં સઘળું ગુમાવ્યું એમ નથી કહેવાતું, પણ કંઈક ગુમાવ્યું” એમ જ કહેવાય છે. આમ પૈસા ગુમાવવામાં કશું જ ગુમાવવાનું નથી. અને આરોગ્ય ગુમાવવામાં તો કંઈક પણ ગુમાવવાનું છે, માટે “પૈસા કરતાં આરોગ્ય વધારે - મહત્ત્વનું છે એ પણ સમજાય છે. એટલે જ “પહેલું સુખ તે જાતે નર્યા' લોકોક્તિ ધનસુખ કરતાં તનસુખનો નંબર પ્રથમ જણાવે છે. પેટ ભરવા તો કોઈપણ મજુરી કરવી પડે એ સમજ્યા. પણ પટારા ભરવા માટે એવા ધંધા કરવા કે જેથી ખાવું-પીવું-ઉંઘવું બધું જ ખોરવાઈ જાય. તો એને ઇચ્છનીય કેમ મનાય ? બોમ્બેમાં બ્રેકફાસ્ટ, લખનૌમાં લંચ ને દિલ્હીમાં ડીનર.. આવી ઊડાઊડ કરનારને આજનું ધનલંપટ જગતું ભલે મોટો ઉદ્યોગપતિ કહીને માનસન્માન આપે. પણ વ્યાસમુનિએ એક સુભાષિતમાં નિત્યસેવકની સાથે આ નિત્ય પ્રવાસીને પણ મૂરખ કહ્યો છે. એમ શેરબજાર વગેરેમાં એવા આંધળુકિયા વગેરે પણ શા માટે? ૬૩ Jain Education International For Personal & Private Use Only જેલર www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124