Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ - ભક્તિભાવ પણ ખૂબ વધી ગયો છે. બબ્બે પારણું ચૂકાવ્યાનો પશ્ચાત્તાપ પણ એવો ઘોર છે. ને તેથી હવે કોઈપણ હાલતમાં ત્રીજીવાર ભૂલ ન થઈ જાય એની ભારે સાવધાની છે. પારણાના લાભ માટે દિલની ઇચ્છા જ નહીં, તડપન છે. હવે ૨૯ દિવસ રહ્યા.. હવે ૨૮ રહ્યા. હવે ૧૫. હવે ૧૦... કાઉન્ટડાઉન રોજેરોજ ચાલુ છે. બધાને સાવધ કરી રહ્યો છે. “આ વખતે ભૂલ ન થઈ જાય.' હવે પ દિવસ બાકી રહ્યા. હવે ત્રણ. હવે બે ને આગળા દિવસે આખા રાજપરિવાર સહિત બધાને ભારપૂર્વક સૂચના આપી છે કે આવતીકાલે કોઈપણ સંજોગોમાં ભૂલ ન થવી જોઈએ. હું તો સાવધ છું જ. છતાં કાંઈપણ નિમિત્ત મળે તો બધા પણ મને યાદ કરાવશો. વારંવાર સ્વયં ઘૂંટેલું. ને બીજાઓને પણ ઘૂંટાવેલું ને છતાં પારણાના જ દિવસે રાણીએ સૌપ્રથમ રાજપુત્રને જન્મ આપ્યો. બધા જ એની ખુશીમાં ઝૂમી ઉઠ્યા. આનંદમાં ઉજાણીમાં મશગૂલ બની ગયા ને પારણું ચૂકાઈ જ ગયું. આમ જોવા જઈએ તો ગમે તેવા આનંદ - ઉજાણી હોય. દિવસોથી ઘુંટેલું હોય એ કોઈને જ યાદ ન આવે એવું બને ? પણ કર્મસત્તાએ કોઈને યાદ આવવા જ ન દીધું. ને જેવો અગ્નિશર્મા વગર પારણે પાછો ફર્યો. પછી જ ગુણસેનને પારણું યાદ આવ્યું. આ બહુ જ સમજવા જેવું છે. અગ્નિશર્મા ઈચ્છી રહ્યો છે કે મારું પારણું થાય. બધા તાપસી પણ એ જ ઈચ્છી રહ્યા છે. કુલપતિ પણ એ જ ચાહે છે. વળી ગુણસેન તથા એના રાજપરિવારની પણ એ જ ઇચ્છા છે ને એ માટેની તૈયારી છે. તે છતાં ગુણસેનના હાથે એનું પારણું ન જ થયું. કેમ ? કારણકે કર્મસત્તા એવું ઇચ્છતી નહોતી. ધાર્યું કર્મસત્તાનું જ થાય છે. ને પોતાનું ધાર્યું કરવા માટે કર્મસત્તા કંઈક પરિબળોને બદલી નાખે છે. અથવા કંઈક એવા નવા પરિબળ ઊભા કરી દે છે કે જેથી પોતાની ધારણા થઈને જ રહે. પહેલા બીજા પારણાના દિવસે જ શિરોવેદના - યુદ્ધની નોબત ને ત્રીજા પારણાના દિવસે જ રાજપુત્રનો જન્મ. દરેક વખતે પારણાના દિવસે જ. એકપણ દિવસ આવો પાછો નહીં. થોડીઘણી પણ સહૃદયતા ને સૂક્ષ્મવિચારકતા હોય તો આની પાછળ કુદરતનો કંઈક સંકેત હોવો પ્રતીત થવો જ જોઈએ. ને તે સંકેત આ કે કુદરત અગ્નિશર્માને સજા કરવા માગે છે. ગુણસેન અંત:કરણથી અગ્નિશમનું પારણું કરાવવા ચાહે છે ને છતાં કર્મસત્તાએ એના દ્વારા પારણું ચૂકાવડાવ્યું છે. એટલે જ આપણે સમજવું જોઈએ Jain Education International For Personal & Private Use Only [ જેલર elibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124