Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ હોવી જ જોઈએ ને? એની સજા કરનાર કોર્ટ કર્મસત્તા હોવી જ જોઈએ ને? એ સજાનો અમલ કરનાર જેલર પણ હોવા જ જોઈએ ને? કુદરતના જે કાનુન છે એ બરાબર જ છે ને? એટલે આપણે સજા ન જોઈતી હોય તો આપણે ગુના - પાપ આચરવાના બંધ કરવા એ જ ઉપાય છે ને. બરાબર? ચાલો હવે પાછા મૂળ વાત પર આવીએ. એ છે સહન કરવાની પણ કોઈ હદ હોય ને? હેરાનગતિ લંબાયા કરે. લંબાયા જ કરે. તો ક્યાં સુધી સહન કરવાનું? દીકરી પણ કહે છે : “સાસુનો ત્રાસ સહન કરું. બબ્બે વરસ થઈ ગયા. હવે ક્યાં સુધી સહન કરવો?' આ પ્રશ્નના જવાબ માટે પણ કેદીને જ યાદ કરીએ. “કેદીએ સજા ક્યાં સુધી વેઠવાની?” સજા પૂરી ન થાય ત્યાં સુધી.” પેલા કેદીને કોર્ટે દસ વરસની સજા સુણાવવા પર કેદી કહે છે : નામદાર! દસ વરસ નહીં. એટલે હું સહન નહીં કરું. બે વરસ રાખો. તો કોર્ટ સ્વીકારી લે? સજા કેદીની ઇચ્છા મુજબ હોય કે ગુના મુજબ? એમ દુઃખ - ત્રાસ આપણી ઇચ્છા મુજબ આવવા જોઈએ કે આપણા પાપ મુજબ? જેને દુઃખ જોઈતા જ નથી, એણે પાપ કરવા જ ન જોઈએ. કદાચ નથી રહી શકાતું. પાપ થઈ જ જાય છે. તો સજા તો થવાની જ. છતાં સજા જો. મર્યાદિત જોઈએ છે, તો પાપ પર પણ મર્યાદા મૂકવી જ જોઈએ. અપરાધ પર મર્યાદા મૂકવી નહીં, બેફામ અમર્યાદિતપણે કર્યો જ રાખવા છે. ને સજા મર્યાદિત જોઈએ છે, આ ક્યાંનો ન્યાય? ટી.વી. કેટલા વરસથી જુઓ છો? હવે બંધ કરવું છે? ઘણી સીરિયલોઘણી મેચો જોઈ લીધી. ઘણા ન્યુઝ જોઈ લીધા. હવે બંધ કરવું છે?” ના, એ તો જિંદગીના છેલ્લા દિવસ સુધી નહીં, છેલ્લી ક્ષણ સુધી જોવું છે.” પેલું એક પ્રભુભક્તિનું ગીત આવે છે. ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ઘણા આ ગીતને સામાન્ય ફેરફાર સાથે ગાવાનો જાણે કે ઇરાદો ધરાવતા હોય છે : “ટી.વી. જોતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ ! એવું માગું છું.' ટી.વી. જોતાં જોતાં નિર્લજ્જતા આવી ગઈ. એવા અશ્લીલ દશ્યો જોવામાં તમારી સજ્જનતાને શરમ નડતી નથી. ટી.વી ની સ્ક્રીન પર પરસ્ત્રીઓના જેવા દશ્યો જુઓ છો, તમારી પત્ની - દીકરી કે બહેનના એવા દશ્યોને બીજાઓ ધારી ધારીને જોતાં હોય એ ગમશે ? નહીં ગમે ને ? માટે સમજી લ્યો કે ટી.વી. એ પાપ છે. Jain Education International For Personal & Private Use Only »[ જેલરy org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124