Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ લઉં.' કહીને કટાક્ષ કર્યો. જો કે પાછળથી રાજકુમારીને પોતાની ભૂલ સ્વયં સમજાઈ. પારાવાર પસ્તાવો થયો. બીજે દિવસે અમરની માફી માગીને દિલ ફરીથી જીતી લીધું. આ પ્રસંગની કોઈ જ અસર નથી બેમાંથી એકેયના દિલમાં કે નથી પરસ્પરના સ્નેહભીના વ્યવહારમાં. કાળાંતરે બન્નેએ યૌવનના ઉંબરે પગ મૂક્યો. યોગાનુયોગ બન્નેના લગ્ન થયા. બન્ને ગુણિયલ છે. તત્ત્વજ્ઞ છે. એકબીજાના અત્યંત પ્રીતિપાત્ર છે. સાતકોડીના પ્રસંગની કોઈ જ યાદ ન હોવાથી એકબીજાને પ્રાણથી પણ અધિક ચાહે છે. એકવાર સમુદ્ર સફર દરમ્યાન માનવભક્ષી યક્ષના દ્વીપ પર આવેલા છે. ત્યાંના સુરમ્ય ઉપવનમાં બન્ને પ્રેમપૂર્વક ટહેલવા નીકળ્યા છે. ખુશનુમા વાતાવરણમાં સુરસુંદરીની આંખો ઘેરાવા લાગી. અમરના ખોળામાં મસ્તક મૂકી નિદ્રાધીન થઈ. સુરસુંદરીના રૂપ લાવણ્ય અને પ્રેમ ભરેલા નિર્દોષ ચહેરાને પ્રેમભરી નજરથી પી રહેલા અમરના મનમાં એકાએક સાતકોડીનો પ્રસંગ યાદ આવી ગયો. પોતાનું અપમાન, સુરસુંદરીના અભિમાન-ક્રોધ આ બધી યાદ અમરના મનમાં કડવાશ વ્યાપી ગઈ. ક્ષણ – બેક્ષણમાં જ સખ્તાઈ એવી ફેલાઈ ગઈ કે એણે નિદ્રાધીન સુરસુંદરીના સાડીના છેડે ૭ કોડી બાંધી. રાજ્ય લઈ બતાવવાનું સૂચન લખ્યું. ને એને ત્યાં નિરાધાર મૂકી પોતે સમુદ્રકાંઠે ભાગી આવ્યો. “માનવભક્ષીયક્ષ આવ્યો. સુરસુંદરીને ઝપટમાં લીધી. હું માંડ માંડ ભાગી આવ્યો છું. આપણે ભાગો.' બધા ફટાફટ જહાજમાં ગોઠવાઈ ગયા. લંગર ઊઠી ગયા. ને જહાજો હંકારાઈ ગયા. એક ઝંઝાવાતની જેમ આ પ્રસંગ બની ગયો. પણ પરિણામ ? સુરસુંદરી વારંવાર ભયંકર એવી આફતોમાં મૂકાઈ જે વાંચતાં ભલભલાની આંખ ભીની થઈ જાય. અમારે ત્યાગ ભલે કર્યો. પણ પછી તરત જ એને ભારે પસ્તાવો થયો છે. એ રોજ રોયો છે. સુરસુંદરી પ્રત્યેનો પ્રેમ એવો ને એવો અકબંધ છે ને એથી ભારે ગમગીની – ઉદાસીનતા એને ઘેરી વળી છે. સુરસુંદરીએ શીલનું પ્રાણ કરતાં પણ અધિક જતન કર્યું છે ને એના પ્રભાવે જ મહામુસીબતોમાંથી પણ આબાદ ઉગરી ગઈ છે. અને તત્ત્વની જાણકાર છે. કર્મવિજ્ઞાનનો ઉપયોગ કરીને દરેક આપત્તિમાં સ્વકર્મદોષ જ વિચાર્યો છે. એટલે અમર પ્રત્યે કોઈ રોષ-રીસ નથી. ને પ્રેમ એવો ને એવો અકબંધ જાળવી રાખ્યો છે. છેવટે બાર વર્ષે બેનો મેળાપ થયો. પણ એ પૂર્વે અમરે કરેલા ત્યાગના કારણે સુરસુંદરીએ વારંવાર પીડાઓ ભોગવવી જ પડી છે. ૪૩ Jain Education International For Personal & Private Use Only જેલર . www.ja nelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124