Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ તમે બધા કોણ છો ? “અમે તમારા ભાઈના પુણ્યથી ખરીદાયેલા ચાકરો છીએ.” આ જવાબ સાંભળતાં કાકુને લાગ્યું કે આ માણસો નથી, પણ દેવો છે. જોઈ કુદરતની કલા! ઈનામ આપવું હોય તો દેવોને પણ દાસ બનાવી દે ! તો મારા માટે પણ આવું કામ કરવાવાળા કોઈ મળે ખરા ?” કાકુઆકે પૂછી નાખ્યું. તું વલ્લભીપુર જા. તારું ભાગ્ય ત્યાં ખીલશે.'ને કાકુઆક લાંબી ખેપ ને ભારે કષ્ટો ઊઠાવી વલ્લભીપુર પહોંચ્યો. ત્યાં જઈ તેલ - મરચું વિગેરે પરચુરણવસ્તુઓ વેંચવા માંડ્યો. ધીમે ધીમે એક નાની દુકાન થઈ ગઈ. લોકોને કાકુઆક નામ ફાવતું નહોતું. તેથી રોકાશેઠ કહીને બોલાવતા. ને એ જ નામ પ્રસિદ્ધ થઈ ગયું. એક વખત એક કાર્પટિક (કાપડીયો) ગિરનારથી આવ્યો. ગિરનારમાં ઘણી સાધના અને શોધખોળના અંતે એણે સિદ્ધરસ મેળવ્યો હતો. જે રસનું એક ટીપું પણ મણ લોઢાને સોનું બનાવી દે. જાનની જેમ જતન કરીને એ રસની કૂપિકા અહીં સુધી લાવેલો. રાંકાશેઠની દુકાનની બાજુમાં જ એણે મુકામ કર્યો. ધીરે ધીરે મૈત્રીસંબંધ પણ બંધાયો. એ અરસામાં સોમનાથનો મહિમા સાંભળવાથી તેની યાત્રા કરવાનું નક્કી કર્યું. અને એ યાત્રામાં આ જોખમ સાથે રાખવાના બદલે રોકાશેઠને ભલાવી જવાનો નિર્ણય કર્યો. શેઠ પાસે આવીને કહે છે “શેઠજી ! આ મારી કૂપી સાચવવાની છે. યાત્રાથી પાછો આવું ત્યારે મને પાછી આપશો.” - રાંકાશેઠે સરળતાથી કહ્યું : આ દુકાનમાં તને ઠીક લાગે ત્યાં મૂકી દે. દુકાનમાં ઉપરના ભાગે ફૂપીને વ્યવસ્થિત બાંધીને કાપેટિક પ્રભાસપાટણના માર્ગે ચડ્યો. એક દિવસ કોઈ પ્રસંગવશ રોકાશેઠે દુકાનમાં જ ચૂલો પેટાવી - ઉપર તવો મૂકેલો. ગરમીના કારણે રસનું એક ટીપું તવા ઉપર પડ્યું ને કાળો ભઢ તવો સુવર્ણમય બની ગયો. રાંકાને આશ્ચર્ય! બીજો તવો લાવ્યો. વળી ગરમી વધતાં બીજું ટીપું એ તવા પર.. ને એ ય તવો સોનાનો બની ચમકવા લાગ્યો. રાંકાને ખ્યાલ આવી ગયો કે આ કૂપીમાં સુવર્ણરસ છે. લોભ જાગ્રત થયો. કૂપી હવે પાછી આપવી નહીં, ને પાછળથી કોઈ બબાલ ન થાય એ માટે રોકાશેઠે દુકાનમાંથી સારભૂત બધી ચીજો કાઢી લઈને દુકાનને આગ લગાડી દીધી. ને પાછું અજાણ્યો થઈ “આગ! આગ!” ની રાડારાડ કરી મૂકી. લોક ભેગું થયું. આગ બુઝાવી. શેઠે નવી મોટી દુકાન કરી. ઢગલો સોનું બનાવી દીધું છે. (૨૯) [ જેલર brary.org Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124