Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ પ્રાઈમ મિનીસ્ટરના બંગલાની પાછળ હંમેશા ચોવીશે કલાક એમ્બ્યુલન્સ તૈયાર રહેતી. જે દિવસે હત્યા થઈ એ દિવસે પણ એમ્બ્યુલન્સ તો હતી. પણ એનો ડ્રાઈવર નહોતો, ચાવી નહોતી. પછી એમને ઍમ્બેસડર કારમાં હોસ્પીટલમાં લઈ જવા પડ્યા હતા. દિલ્હીની હોસ્પીટલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસ (એમ્સ) કે જ્યાં બધા વી.આઈ.પી.ઓની ટ્રીટમેંટ થાય છે. તે હોસ્પીટલ સાથે વડાપ્રધાનના નિવાસસ્થાનનો વાયરલેસ સંદેશવ્યવહાર. અહીં કાંઈ પણ થાય તો તત્કાળ હોસ્પીટલમાં સંદેશ આપી શકાય. પણ અંગ્રેજીમાં એક વાક્ય છે મેન સપોઝીસ ગૉડ ડીસ્પોઝીસ. માણસ કંઈક ધારણાઓ કરે છે, પણ પરમાત્મા એની ધારણાઓને ઉંધી વાળી દે છે. આ અંગ્રેજીનું વાક્ય છે. આપણે આવું માનતા નથી. ભગવાન્ ક્યારેય આપણી બાજી બગાડે નહીં. એ તો બાજી સુધારનારા છે. પણ આપણે એમ કહીએ કે મેન સપોઝીસ, કર્મસત્તા ડીસ્પોઝીસ. કર્મસત્તા માનવીની ધારણાઓને ઉંધી પાડે છે. વીસેક વર્ષની ઉંમર થયેલી. પરણવાના ને સુખી થઈ જવાના ઘણા કોડ - મનોરથ હતા. માતપિતાએ પણ ચાર ઠેકાણે પૂછપરછ કરી સારો અભિપ્રાય મળવાથી એક કન્યા સાથે લગ્ન કરાવ્યા. બાર મહિના તો બરાબર ચાલ્યું. પણ પછી અંદરનો સ્વભાવ બહાર આવ્યો. બિલકુલ પિત્તળ. એવી કજિયાખોર.. નિમિત્ત મળ્યું નથી ને આખું ઘર માથે લીધું નથી. પતિ સાવધ થઈ ગયો. નિમિત્ત આપવું જ નહીં એની કાળજી રાખે છે. કાંઈપણ બોલતા-ચાલતા કે કરતાં પહેલાં સત્ત૨વાર વિચાર કરે છે કે આનું પરિણામ શું આવશે ? ને છતાં એની પત્ની ! કંઈક ને કંઈક નિમિત્ત પકડી ઝગડો-ઝગડો કરી નાખે છે. જીવન ઝેર થઈ ગયું. એના પતિને થાય કે બીજાઓને શાંત પ્રેમાળ પત્ની મળી ને મને જ કેમ આ કજિયાખોર ? મારા જ ગળે આ લાકડું કેમ બાઝ્યું ? પંદરમાંથી એક જ પશુના ગળે લાકડું બાંધ્યું હોય એમાં વાંક લાકડાનો નહીં, પશુનો હોય છે. એમ કજિયાખોર પત્ની મળે એમાં વાંક કોનો ? હા, પતિનો જ. જેને કજિયાખોર પત્ની મળી હોય એણે સમજી લેવું જોઈએ કે પૂર્વજન્મમાં પોતે બહુ બેફામ બનેલ. કોઈના કંટ્રોલમાં રહેતો નહોતો. કુદરતને થયું કે આને કંટ્રોલમાં લાવવો હોય તો ગળે એક લાકડું બઝાડવાની જરૂર છે ને આ લાકડું બઝાડી દીધું. સુખી થવાની બધી કલ્પનાઓને કુદરતે-કર્મસત્તાએ Jain Education International ૩૫ For Personal & Private Use Only જેલર ::brary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124