Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ માગતો હતો. પણ કર્મસત્તાએ તો એવી સજા ફરમાવી નહોતી. કર્મસત્તા તો ઉપરથી મયણાસુંદરીને ઈનામ આપવા માગતી હતી. એટલે કર્મસત્તાએ ઉંબરરાણાના રૂપમાં પરમસૌભાગ્યશાળી પુણ્યનિધાન શ્રીપાળકુંવરને મોકલ્યા. ને મયણા સુખી જ નહીં, મહાસુખી થઈ. જ્યારે સુરસુંદરીને કર્મસત્તા સજા કરવા માગતી હતી. સૌભાગ્યશીલ સમજીને વરેલો રાજકુમાર કાયર નીકળ્યો. ને જીવન નિર્વાહ માટે સુરસુંદરીએ ઠેઠ નૃત્યાંગના બનવા સુધી પહોંચવું પડ્યું. આ વાત મગજમાં જડબેસલાક કરવી પડશે કે કર્મસત્તા જ્યારે ઈનામ આપવા માગે છે, સજા ફરમાવતી નથી. ત્યારે ગમે તેવી વ્યક્તિ હેરાન કરવા માટેના ગમે તેવા ધમપછાડા કરે તો પણ કશી હેરાનગતિ કરી શકતી નથી. આનો મતલબ સ્પષ્ટ જ છે કે બીજા જીવને હેરાન કરવાની સત્તા કોઈ જ જીવ પાસે છે નહીં અને એ સત્તા જ નથી એટલે કોઈપણ જીવ (જલર) ગમે એટલું ચાહે કે મથે, છતાં કર્મસત્તાની કોર્ટે ન ફરમાવેલી સજા ક્યારેય કરી શકતો નથી. એટલે દુન્યવી કોર્ટનો જેલર કેદીને સજા બહારનો ત્રાસ ભલે કદાચ આપે, કુદરતની કોર્ટનો જેલર પોતાની ઈચ્છાથી સજામાં અંશમાત્ર પણ વધારો કે ફેરફાર કરી શકતો નથી. ને કર્મસત્તા જ જો સજા કરવા માગે છે તો માનવી ગમે તેવી વ્યવસ્થા કરે તો પણ એમાંથી બચી શકતો નથી. એ વખતે રક્ષક પણ ભક્ષક બની શકે છે. ઇન્દિરાગાંધીની હત્યા કોણે કરી ? એમના અંગરક્ષકોએ જ ને ? શું ઈન્દિરાજીની સુરક્ષાવ્યવસ્થા કાચી હતી ? એમનું નિવાસસ્થાન દિલ્હીમાં સફદરગંજ રોડ પર. એમની સુરક્ષા માટે ચાલુ ટ્રાફિકને ત્યાંથી પસાર થવા દેવાતો નથી. બધા પાસે ચક્કર મરાવાય છે. કોઈ ત્રાસવાદી હોય ને બોમ્બબ્લાસ્ટ કરી દે તો? વળી એમના સિક્યોરિટી ગાર્સ પ્રતિસપ્તાહ રહસર્લ કરતા હતા. કદાચ કોક ત્રાસવાદી ક્યાંકથી ફૂટી નીકળે તો કઈ રીતે વડાપ્રધાનને બચાવી લેવાય ? કદાચ એ ફાયરિંગ શરૂ કરી દે તો એની ગોળી પોતાના શરીર પર ઝીલી લેવી પણ વડાપ્રધાનને બચાવી લેવા. આમાં તેઓ જે ઝડપ -ત્વરા ને ચપળતા દેખાડતા હતા તેમાંનું ખરેખર હત્યા થઈ એ દિવસે કશું દર્શાવી શક્યા નહીં. - ભાગ્ય ભૂલાવે ભાન જેલવે Jain Education International For Personal & Private Use Only ivate Use Only V enembrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124