Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ દીકરીનું સૌભાગ્ય નંદવાવાનું હોય. અઘટને વિશાલા આવવાનું આમંત્રણ પાઠવ્યું. અઘટને આશ્ચર્ય થઈ રહ્યું હતું. ક્યાં યુદ્ધની વાત ને ક્યાં લગ્ન, ને પાછા વિશાલાનગરી તરફ પ્રયાણ ? પત્ની - સાળા વગેરેની સાથે વિશાલા પહોંચ્યો. રાજા – પ્રજાએ ભવ્ય સ્વાગત કર્યું. રાજાએ એકાંતમાં અઘટને કહ્યું : તમારા લગ્ન તો થઈ ગયા, એક વિધિ કરવાનો બાકી રહ્યો છે. કયો?” આવતીકાલે કાળીચૌદશની રાત્રે કુલદેવીને નૈવેધ ધરવાનો વિધિ છે.' અઘટે વિધિ કરવાની વાત સ્વીકારી લીધી. રાજાએ નૈવેધ તૈયાર કરાવવાની સાથે મારાઓને પણ તૈયાર કરી દીધા. અને મધરાતે જે નેવેધની થાળી લઈને આવે એને પતાવી નાખવાની સખત સૂચના પણ આપી દીધી. ચૌદસની રાત પડી. સમય થયો. આખરી વિદાય મનમાં રાખીને રાજાએ અઘટને વિદાય આપી. પૂજાપાની સામગ્રી અને નૈવેધનો થાળ લઈ અઘટ નીકળ્યો. ને બહાર જ વિક્રમસિંહ મળ્યો. પૂછ્યું : અત્યારે કઈ તરફ ? અઘટે બધી વાત કરી. બનેવીજી ! મંદિર તો ઘણું દૂર છે. રસ્તો વિષમ છે. અંધારું ઘોર છે. ને તમે બિલકુલ નવા છો. વિધિ જ સાચવવાની છે તે તો સામગ્રી મને આપી દો. હું એ મંદિરે અનેક વાર ગયો છું. રસ્તો પરિચિત છે. હું ત્યાં જઈને નૈવેધ ધરી દઈશ. અાટે સામગ્રી આપી દીધી. રાજકુમાર મંદિરે પહોંચ્યો. બિચારો છૂપાયેલા મારાએ છોડેલા તીરથી વીંધાઈ ગયો. સવારે રાજાને સમાચાર મળતાં જ સખત આંચકો-સખત આઘાત અનુભવ્યો. પણ આ અણધાર્યા આંચકાએ રાજાના ચિંતનની દિશા બદલી નાખી. પારાવાર પસ્તાવો થયો. “લખ્યા લેખ મિટે નહી” આ સનાતનસત્યનો સ્વીકાર કર્યો. અને હવે બાજી સુધારવા તથા પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા અઘટકુમારને સ્વયં રાજ્ય આપી સંયમમાર્ગ સ્વીકાર્યો. કઠોર સાધના કરવા પર કેવળજ્ઞાન પામ્યા. ક્રમશઃ વિચરતાં વિશાલાનગરીમાં પધાર્યા. રાજા અઘટ પ્રજા સાથે વંદનાર્થે આવ્યો. અમૃતમય દેશનાનું પાન બધાએ કર્યું. છેવટે રાજાએ મનમાં રહેલ પ્રશ્ન પૂછ્યો: પ્રભુ ! મારા જીવનમાં ચડાવ - ઉતાર કેમ આવ્યા? કેવલીભગવંતે ભૂતકાળને ઉખેડ્યો. વિદર્ભદશ કુંડિનપુરનગર, પુરંદરરાજા, ગજભંજન રાજકુમાર. એક દિવસ ઉદ્યાનમાં રમતાં કુમારે તપસ્વી મુનિરાજને જોયા. તપના તેજને બદલે મલમલિન વસ્ત્ર-ગાત્ર પર નજર ગઈ ને મનમાં જુગુપ્સા થઈ. કેટલા ગંદા!” આ અપરાધ ૩૨ જેલરે Jain Education International For Personal & Private Use Only V andrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124