Book Title: Gyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual CentrePage 11
________________ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 500 તેવું મને લાગ્યા કરે છે. છતાં ધર્મોપદેશ દ્વારા હું લોકરંજન કરાવું છું. મેં પ્રાપ્ત કરેલી વિદ્યાઓનો ઉપયોગ મેં અન્ય દર્શનીઓ કે જ્ઞાનીજનો સાથે વાદવિવાદ કરવા માટે જ કર્યો ! પ્રભુ ! હું બહારથી સાધુ છું, અંદરથી દાંભિક છું... “ન માયા મૂકી કે ન મમતા વિસારી, વિરાગીને બદલે બન્યો છું હું રાગી હું તો સાધુનાં કપડાંમાં સંસારી !!!!! “પ્રભુ ! ક્યારે બનીશ હું સાચો રે સંત ? ક્યારે થશે મારા ભવનો રે અંત ?” જગત સમક્ષ આત્મનિંના, દુષ્કૃતગાં, ભૂલની કબૂલાત કે અંતઃકરણપૂર્વક એકરાર તો આવા આત્મચિંતન કરનાર સાધક જ કરી શકે, અન્યથા પોતાની ભૂલને છાવરનારા જ મોટા ભાગના મળે ! “મુખને મેલું કર્યું, દોષો પટાયા ગાઈને, ને નેત્રને નિંદતિ કર્યાં, પરનારીમાં પલટાઈને.” મેં મારા વચનયોગથી અન્યતા અવર્ણવાદ - દોષોનું કથન કર્યું. પરનારી દર્શનથી આંખોને લિન-અપવિત્ર બનાવી. અન્યનું અહિત ચિંતવી મારું મન મેલુંદુષિત કર્યું. મારા આત્માનું આગળના ભવોમાં શું થશે ? પ્રાયઃ કોઈ પણ માનવ પોતાની સત્ત્વહીનતા, વિષયાસક્તિ, વિજાતીય પ્રત્યેના આકર્ષણને કારણે વિષયરાગ કે કામરણની સંવેદનાઓ જાગે તો અન્યને તો ન જ કહે, પણ સ્વયં હું વિષયાસક્ત છું એવું મનોમન પણ ન સ્વીકારે... આત્મહિતમાં લાગેલા શ્રી રત્નાકર આચાર્ય આંતરિક ગુપ્ત ભાવોને સ્મરણપટમાં લાવી, સ્તવનમાં વ્યક્ત કરી પશ્ચાત્તાપ કરે છે. આત્મચિંતનના માધ્યમે હળવા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. અરેરે ! મેં અણગારધર્મ સ્વીકારીને આ શું કર્યું ? પ્રભુ ! મેં પંચમહાવ્રત સ્વીકાર્યાં, જેમાં ચતુર્થ મહાવ્રતમાં નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન તો અસિધારા વ્રત છે. પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા મેં એ મહાવ્રતની યથાર્થ પાલના ન કરી. પ્રભો ! બહોળા શ્રુતજ્ઞાનના લહેરાતા સાગરમાં ધોવા છતાં એ વિષયાસક્તિનો ગાઢો રંગ જતો નથી. પ્રભુ ! મારી દાંભિકતા મને ક્યાં લઈ જશે ? કેવો અંજામ આવશે ? પૂર્વના પ્રબળ પુણ્યોદયે આ જન્મમાં મને અષ્ટસિદ્ધિદાતાર, મહામંત્ર નવકાર મળ્યો. વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા વિશ્વભરમાં સૌથી વધુ પ્રભાવક નવકારમંત્રને મંત્રોમાં પ્રથમ નંબરના મંત્ર તરીકે સિદ્ધ કરી બતાવ્યો છે, છતાં હું અન્ય (૨) મંત્રોમાં શ્રદ્ધા રાખું, તેની પ્રભાવકતામાં લલચાઉં છું. વીતરાગકથિત આગમવાણીને ૧૧ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન C ફુશાસ્ત્રો દ્વારા કલુષિત કરી, ૩૪ અતિશયોયુક્ત વીતરણ પરમાત્મા મળ્યા છતાં દુદેવમાં શ્રદ્ધા કરી. જાણે બહુમૂલાં રત્નો-આગમ, મહામંત્ર અને વીતરાગ પરમાત્માને ગુમાવી મેં કુશાસ્ત્રો, અન્ય મંત્રો અને કુદેવમાં શ્રદ્ધા કરી...મને મતિભ્રમ થયો હોય તેવું લાગે છે. શાસ્ત્રમાં મદ (અભિમાન) જાગવાનાં આઠ કારણો બતાવ્યાં છે. શ્રેષ્ઠ જાતિ, કુળ, બળ, રૂપ, તપ, લાભ, સૂત્ર, ઐશ્વર્ય આદિ મળે તો જનરલી અભિમાન જાગવાની સંભાવના હોય. આચાર્યશ્રી કહે છે મને તો સુંદર શરીર કે સારું રૂપ મળ્યું નથી, મારામાં ગુણોનો સમૂહ પણ નથી. હું કંઈ વિવિધ કળાઓનો વૈભવ કે પ્રભાને જાણતો નથી. એના પર મારું પ્રભુત્વ નથી... છતાં અભિમાન કરી ચાર ગતિના ચકરાવામાં ભમવું પડે તેવાં કર્મો ઉપાર્જન કરું છું. હા, અભિમાન કરવા માટે આઠ માહેલાં કોઈ મદસ્થાનની હેસિયત મારામાં નથી. છતાં હું શાનું અભિમાન કરું છું ? એ જ ખબર પડતી નથી. લોકમાં સર્વત્ર કાળનો ધસમસતો પ્રવાહ વહે છે, તેની થપાટો સૌને લાગે છે. ક્ષણેક્ષણે, પળેપળે આયુષ્યની મૂડી ઘટતી જાય છે, આપણે મૃત્યુના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ, મૃત્યુ નજીક ને નજીક આવી રહ્યું છે, ક્યારે એનો પંજો મારા પર પડશે તે ખબર નથી... છતાં સતત પાપના વિચારો મને સતાવે છે, મારી પાપબુદ્ધિ ઘટતી નથી. વિચારથી ઉચ્ચાર અને ઉચ્ચારથી આચાર પાપમય થતાં આત્મા કલુષિત થઈ રહ્યો છે, અન્ય ઉપાયો કરું છું, પણ ધર્મના શરણે નથી આવતો....!! આત્મદ્રવ્ય એ જૈન દર્શનનો પ્રાણ છે. તેના પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ આદિ થવાને બદલે આત્મા, પુણ્ય-પાપ કે પરભવ નથી આદિ માન્યતામાં હું ભરમાયો ! ખરેખર ! હું ધિક્કારને પાત્ર છું. અહો ! મને વીતરાગી દેવ, નિય ગુરુ અને સો ટચના સોના જેવો ધર્મ મળ્યો, પણ તેમાં શ્રદ્ધા ન જાગી. ‘તો ભ્રષ્ટ; તો પ્રશ્ન'' જેવી કક્ષાએ પહોંચ્યો. ન રહ્યો ઘરનો કે ન રહ્યો ઘાટનો! યોગ્ય શ્રાવક કે સુયોગ્ય સાધુ ન બન્યો, મારું માનવજીવન એળે ગયું ! કામધેનુ, કલ્પતરુ કે ચિંતામણિ મેળવવા ઘણો સમય ગુમાવ્યો, એ ભૌતિકતાની જાળવણી કરી, પણ મંગલકારી ધર્મ ન આચર્યો! પ્રભુ મારી મૂર્ખતા તારી કરુણાથી દૂર થાય તો સારું !!! પેલી મધુબિન્દુની કથા જાણે મારા જીવનમાં રીપિટ થઈ! જીવને ૧રPage Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 121