________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨: જ્ઞાનગોષ્ઠી
આવે છે કે એક વખત ઘણા વહાણ સમુદ્રમાં બુડી ગયા ને એક વહાણ બચી ગયું ત્યારે કોઈ પુણ્યવાને કહ્યું કે જે વહાણ બચી ગયું તે મારું જ છે, મારું વહાણ બુડે નહિ. એમ જ તરવાવાળા જીવો છે તેમાં હું જ છું એમ એને પોતાને અંદરથી લાગે. -આત્મધર્મ અંક ૪૨૯, જુલાઈ ૧૯૭૯, પૃષ્ઠ ૨૭ (૬૨)
પ્રશ્ન:- તત્ત્વનો નિર્ણય કરવામાં કેટલા વર્ષ કાઢવા?
ઉત્તર:- કાર્ય થઈ જાય તો અંતર્મુહૂર્તમાં થાય અને નહીં તો જાવજીવ (–આજીવન ) એ નિર્ણય કરવામાં કાળ જાય. આમાં કાળનો પ્રશ્ન જ ક્યાં છે? જેટલું વીર્ય ઉલ્ટામાં રોકયું છે તેને ગુલાંટ મારીને આ તરફ વાળે તો કાર્ય થયા વિના રહે જ નહીં, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ આપતો નથી ત્યાં સુધી કાર્ય આવતું નથી.
-આત્મધર્મ અંક ૪૨૧, નવેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૪ (૬૩)
પ્રશ્ન:- જે શાસ્ત્રોનાં જાણનાર છે, તેની તો મુક્તિ થશે?
ઉત્ત૨:- જે જીવ આત્મજ્ઞાનથી શૂન્ય છે, વીતરાગીજ્ઞાન રહિત છે, તે જીવને બાહ્ય પદાર્થોથી કાંઈ જ સિદ્ધિ થતી નથી. શાસ્ત્રજ્ઞાન પણ કાંઈ કામનું નથી. સ્વસંવેદનજ્ઞાનથી રહિત વ્રત-તપ આદિ જીવને શીઘ્ર દુ:ખનું કારણ થાય છે. આનંદસહિતનું જ્ઞાન એ જ નિજ આત્મજ્ઞાન છે ને તે જ જ્ઞાન વર્તમાન સુખનું કારણ છે ને મોક્ષની સિદ્ધિનું કારણ છે. શાસ્ત્રજ્ઞાન-વ્રત-તપ આદિના જે શુભ વિકલ્પો છે તે વિકલ્પો તે જ ક્ષણે દુઃખરૂપ છે ને ભાવી દુ:ખનું કારણ છે. સ્વસંવેદનજ્ઞાન છે તે વર્તમાન સુખરૂપ છે ને ભાવી સુખનું કારણ છે, તેથી સ્વસંવેદનજ્ઞાનનો જ મહિમા છે. -આત્મધર્મ અંક ૪૦૦, ફેબ્રુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૪
(૬૪)
પ્રશ્ન:- શાસ્ત્રદ્વારા આત્માનું જ્ઞાન થાય છે ને ?
ઉત્ત૨:- શાસ્ત્રદ્વારા આત્માનું જ્ઞાન થતું નથી, વેદથી ને દિવ્યધ્વનિથી પણ આત્મા જણાતો નથી તેમ પ૨માત્મપ્રકાશમાં કહ્યું છે ને! આત્મા પોતાથી જ પોતા દ્વારા જણાય છે ત્યારે શાસ્ત્રને નિમિત્ત કહેવાય છે. પ્રવચનસારમાં આવે છે કે આત્માના લક્ષે શાસ્ત્રાભ્યાસ કરજે, ત્યાં નિમિત્ત બતાવવું છે. અહીં તો કહે છે કે નિમિત્ત એવું શાસ્ત્રજ્ઞાન છે તે દુઃખનું કારણ છે ને નિજઆત્મજ્ઞાન છે તે એક જ સુખનું કારણ છે.
-આત્મધર્મ અંક ૪૦૦, ફેબ્રુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com