________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર: જ્ઞાનગોષ્ઠી માર્ગણાસ્થાન, ગુણસ્થાનના થાય તે બધા પુદ્ગલની ચીતરામણ છે, જીવના નથી તેમ નિઃસંદેહ જાણ તેમ કહે છે. -આત્મધર્મ અંક ૪૦૯, ફેબ્રુઆરી ૧૯૭૭, પૃષ્ઠ ૧૭
(૧૯૭) પ્રશ્ન- ઉપયોગને કેટલો ઊંડો લઈ જવાથી આત્માના દર્શન થાય છે-આત્મા પમાય છે?
ઉત્તર:- ઉપયોગ પરમાં-બહારમાં જાય છે તેને અંદરમાં સ્વમાં લઈ જવાનો છે. ઉપયોગને સ્વમાં લઈ જવો તેને ઊંડો લઈ જવો કહ્યો છે. ઊંડો એટલે આઘો-દૂર લઈ જવાનો નથી પણ અંદર-સ્વમાં લઈ જવાનો છે. ઉપયોગ સ્વમાં વળતાં-ઢળતાં આત્માના દર્શન થાય છે.
–આત્મધર્મ અંક ૪૧૫, મે ૧૯૭૮, પૃષ્ઠ ૪૬
(૧૯૮) પ્રશ્ન:- શું આત્મા અને રાગનું ભેદજ્ઞાન કરવું અશક્ય છે?
ઉત્તર- આત્મા અને રાગની સંધિ અતિ સૂક્ષ્મ છે, ઘણી જ દુર્લભ છે, દુર્લભ છે તોપણ અશક્ય નથી. જ્ઞાન ઉપયોગને અતિ સૂક્ષ્મ કરતાં-ઝીણો કરતાં લક્ષમાં આવી શકે છે. પંચમહાવ્રતના પરિણામો કે શુક્લલશ્યાના કષાયની મંદતાના પરિણામો તે અતિ સૂક્ષ્મ કે દુર્લભ નથી પણ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી ઉપયોગ અતિ સૂક્ષ્મ કરવાથી આત્મા જાણવામાં આવે છે.
-આત્મધર્મ અંક ૪૧૫, મે ૧૯૭૮, પૃષ્ઠ ૪૬
(૧૯૯). પ્રશ્ન:- સ્વદ્રવ્યને પરદ્રવ્યથી ભિન્ન ભિન્ન જુઓ. એમ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, કૃપા કરી તેનું વિસ્તૃત વિવેચન કરશો ?
ઉત્તરઃદેહ મન-વાણી ને સ્ત્રી-પુત્રાદિ તો પરદ્રવ્ય હોવાથી ભિન્ન છે જ પણ દેવ-શાસ્ત્ર-ગુરુ એ પણ પરદ્રવ્ય હોવાથી તેનાથી આત્મા ભિન્ન છે તેમ જુઓ ! એક દ્રવ્ય અન્ય દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. દરેક દ્રવ્યનો સ્વભાવ ચમત્કારીક છે. એક રજકણ બીજા રજકણને કાંઈ કરી શકતું નથી. લાકડી હાથથી ઊંચી થઈ નથી કે પેનથી અક્ષર લખાયા નથી. કેમ કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યથી જુદું છે. સ્વદ્રવ્યને અને પરદ્રવ્યને ભિન્ન ભિન્ન દેખવું એમાં દ્રવ્યની પ્રભુતા છે.
-આત્મધર્મ અંક ૪૧૪, એપ્રિલ ૧૯૭૮, પૃષ્ઠ ૨૨
(200) પ્રશ્ન:- પરમાત્મા થવા માટે જ્ઞાનીઓએ શાસ્ત્રમાં શું કહ્યું છે? ઉત્તર:- બધાં શાસ્ત્રોના સારમાં જ્ઞાનીઓએ આ જ્ઞાનાનંદ, પરથી-વિકારથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com