________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશાઃ ૧૨૩ એમ તે જાણે છે.
-આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૧-૨૨
(૩૯૫) પ્રશ્ન- જ્ઞાનીને રાગ થતો દેખાય છે, તોપણ “જ્ઞાનીને રાગ નથી થતો” એવું કથન કઈ અપેક્ષાથી છે?
ઉત્તર:- જ્ઞાનીને જે અલ્પ રાગદ્વેષ હોય છે તેમાં એકત્વબુદ્ધિ હોતી નથી તેથી તેની ગણતરી નથી. પરને કારણે રાગ માનતા નથી. સ્વભાવમાંથી રાગ આવતો નથી, અને જે રાગ થાય છે તેમાં એકતા માનતા નથી પણ પોતાના સ્વભાવને તે રાગથી જુદો ને જુદો જ અનુભવે છે, તેથી જ્ઞાનીને ખરેખર રાગ થતો જ નથી, પણ સ્વભાવની એકતા જ વધે છે.
-આત્મધર્મ અંક ૫૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૩
(૩૯૬) પ્રશ્ન:- જ્ઞાનીનું જ્ઞાન સ્વ અને પર બન્નેને જાણે છે, છતાં તેનો જ્ઞાનઉપયોગ સ્વમાં ટકી શકતો નથી ને પર તરફ જ્ઞાનનો ઉપયોગ જાય છે તો તે જ્ઞાનનો દોષ ખરો કે નહિ?
ઉત્તર:- પરમાં ઉપયોગ વખતેય જ્ઞાનીને જ્ઞાનનું સભ્યપણું તો ખસતું નથી ને મિથ્યાપણું થતું નથી તેથી તે અપેક્ષાએ તેના જ્ઞાનમાં દોષ નથી; પણ જ્ઞાન હજી કેવળજ્ઞાનરૂપ નથી પરિણમતું તે જ્ઞાનનો દોષ છે, જ્ઞાનનો સ્વભાવ કેવળજ્ઞાનરૂપ થવાનો છે, જ્યાં સુધી કેવળજ્ઞાનરૂપે ન પરિણમે ત્યાં સુધી જ્ઞાન સદોષ છેઆવરણવાળું છે. મિથ્યા નથી છતાં દોષિત તો છે. ઉપયોગ ભલે સ્વમાં હો ત્યારે પણ પૂરું કેવળજ્ઞાનભાવે નથી પરિણમ્યું તે તેનો દોષ છે. આમ છતાં, તે વખતે જે રાગ છે તે કાંઈ જ્ઞાનકૃત નથી, રાગ તો ચારિત્રનો દોષ છે.
-આત્મધર્મ અંક ૨૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૩૦
(૩૯૭) પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ રાગનો કર્તા નથી, સર્વજ્ઞની જેમ રાગનો માત્ર જ્ઞાતા જ છે, તોપણ સમ્યગ્દષ્ટિની પર્યાયમાં રાગ થાય તો છે?
ઉત્તર- સમયસાર ગાથા ૧રમાં કહ્યું છે ને! “તે કાળે જાણેલો પ્રયોજનવાન છે” સર્વજ્ઞ એક સમયમાં એક સાથે ત્રણકાળને જાણે છે અને નીચે સાધક તે તે કાળના રાગને જાણે છે. જેવું જેવું જ્ઞાન હોય છે તેવો જ રાગ નિમિત્તમાં હોય છે. આવું-પાછું જ્ઞાન થાય તે વાત જ નથી એક કાળે જ છે. ધર્મી જીવ જાણે છે કે દ્રવ્યોમાં પર્યાય થઈ રહી છે તેને સર્વજ્ઞ જાણી રહ્યા છે. તેને કરે શું? પણ સમ્યગ્દર્શન આદિ ધર્મની પર્યાય પણ થઈ રહી છે તેને કરે શું? જે પર્યાય સ્વકાળે થઈ રહી છે તેને કરે શું? અને તેને કરવાનો વિકલ્પ શું? સર્વજ્ઞ પ્રત્યક્ષ દેખી રહ્યા છે અને નીચે ધર્મી જીવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com