Book Title: Gyan Gosthi
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 211
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪: જ્ઞાનગોષ્ઠી નથી તો આવતા ભવે તે મેળવવા માટે પુણ્યની તો અપેક્ષા રહે ને? ઉત્તર-પુણ્યથી દેવ-ગુરુ-વાણીનો યોગ મળે છે તે બરાબર છે પણ પુણ્યભાવ વર્તમાનમાં દુઃખરૂપ છે ને ભાવી દુઃખનું કારણ છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે. કેમકે પુણ્યથી જે સામગ્રી મળશે તેના લક્ષે રાગ થશે તે દુઃખરૂપ છે. ભગવાનની વાણી મળે તેની સામે લક્ષ જાય તે રાગ દુઃખરૂપ છે. શુભરાગ આવે છે, હોય છે પણ ચેતનનો ધર્મ શુભરાગ નથી, શુભરાગ દુ:ખરૂપ છે. આહાહા ! આ વાત જગતને આકરી લાગે તેવી છે, ઝીણી વાત છે, બેસવી કઠણ પડે તેવી છે પણ જે સત્ય છે તે આમ જ છે. -આત્મધર્મ અંક ૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૨૪-૨૫ (૬૨૩) પ્રશ્ન- સ્વરૂપનો અનુભવ થયો ન હોય અને શુભને હેય જાણવાથી સ્વછંદી થઈ ન જાય? ઉત્તર:-શુભરાગને હેય જાણવાથી શુભ રાગ છૂટતો નથી, સ્વભાવનું માહાભ્ય આવતાં શુભરાગનું માહભ્ય છૂટી જાય છે પણ શુભરાગ છૂટતો નથી. શુભરાગ તો ભૂમિકા અનુસાર એના કાળે આવ્યા વિના રહેશે નહિ. વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું સાચું જ્ઞાન કરવાથી સ્વછંદતા થઈ શકે નહિ. –આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૩ (૬૨૪) પ્રશ્ન- આ સત્ય વાત સાંભળવા છતાં અત્યારે ધર્મ ન પામે તો? ઉત્તર- સત્યનું શ્રવણ આદિ રસ પૂર્વક કરે છે તેથી તેનાથી સંસ્કાર પડે છે. એ સંસ્કારથી ધર્મ પમાય છે. ભલે અત્યારે વિકલ્પ ન તૂટે તોપણ એના સંસ્કારથી આગળ વધીને ધર્મ પામે છે. -આત્મધર્મ અંક ૪૧૦, ડિસેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૨૪ (૬૨૫) પ્રશ્ન:- ગૃહસ્થને પુણ્ય-પરિણામનો ક્ષય કરવાનું આપ કહો છો ? ઉત્તર- પુણ્ય પરિણામનો ક્ષય તો ક્યારે શુદ્ધોપયોગ પૂર્ણ થાય ત્યારે થાય છે, નીચલી ભૂમિકામાં પણ પરિણામનો ક્ષય થઈ શકે નહિ, પણ પુણ્યભાવ હેયરૂપ છે, ક્ષય કરવા લાયક છે એવી દષ્ટિ પ્રથમ કરવાની છે. પુણ્યભાવ હેય છે, ક્ષય કરવા લાયક છે તેમ નહિ માનનાર મિથ્યાદષ્ટિ છે. કળશટીકામાં કહ્યું છે કે વ્યવહાર ચારિત્ર દુષ્ટ અનિષ્ટ ને ઘાતક છે તેથી નિષિદ્ધ છે. નીચલી ભૂમિકામાં શુભભાવ આવ્યા વિના રહે નહિ પણ પ્રથમ દૃષ્ટિમાં નિષેધ થવો જોઈએ. -આત્મધર્મ અંક ૪૦૪, જુલાઈ ૧૯૭૭, પૃષ્ઠ ૨૩ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278