________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાસાગરનાં મોતીઃ ૨૪૧
હોય. જ્ઞાન ને આનંદ તે વસ્તુનો સ્વભાવ છે, સંપદા છે, તેને નહિ જાણનાર બધા “વરાકા” છે એટલે કે રાંકાં છે- ભિખારી છે-બિચારા છે. પોતાની સંપદાથી અજ્ઞાત જીવના પુરુષાર્થનું તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું હોવાથી તે મિથ્યાદષ્ટિ છે. ૬૧.
વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે વ્યવહાર શ્રદ્ધામાં નવ પદાર્થો નિમિત્ત છે અને વ્યવહાર ચારિત્રમાં છ જીવ-નિકાય નિમિત્ત છે. વ્યવહારજ્ઞાન-શ્રદ્ધા-ચારિત્રનો શુભ રાગ છે તે આત્મા વડ થવો અશક્ય છે. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એ વાત જ સમયસારની ગાથા ૨૭૬-૭૭ માં સિદ્ધ થાય છે. વ્યવહાર કરેલો છે એ વાતનો નિષેધ થાય છે. કેમ કે વ્યવહાર જ્ઞાન-શ્રદ્ધા-ચારિત્રના રાગ વડે આત્માનું પરિણમવું અશક્ય છે. એ રાગ પુગલ વડે રચાય છે, આત્મા વડે રચાતો નથી. ૬ર
| જિજ્ઞાસુને પહેલો એવો નિર્ણય હોય કે હું મોક્ષ પામવાને લાયક જ છું. શંકાને સ્થાન ન હોય. આયુષ્ય બંધાઈ ગયું હશે તો! એવી શંકાને સ્થાન ન હોય. મોળી પાતળી વાત આત્માને માટે ન કરવી. અનંત ગુણોથી બંધાએલો પોતે છે તેને જોવો, તું જ દેવાધિદેવ છો તેમ લેવું. ૬૩.
એક એક પરિણમન સ્વતંત્ર સીધું થતું નથી પણ અનંતગુણમય દ્રવ્યનું પરિણમન થતાં સાથે ગુણોનું પરિણમન થાય છે. એક એક ગુણ ઉપર દષ્ટિ મુકતાં ગુણ પરિણમતો નથી પણ દ્રવ્ય ઉપર દષ્ટિ મુકતાં અનંતગુણનું નિર્મળ પરિણમન થાય છે–એમ કહીને ગુણભેદ ઉપરની દષ્ટિ છોડીને અનંતગુણમય દ્રવ્ય ઉપર દષ્ટિ કરતાં દ્રવ્ય શુદ્ધરૂપે પરિણમે છે એમ કહ્યું.
ધ્રુવને ધ્યાનમાં લે! પર્યાયનો શેઠ ધ્રુવને બનાવ! શુદ્ધપર્યાય ક્ષણેક્ષણે નાશ થવા છતાં ધ્રુવપણામય અપાદાન શક્તિના કારણે એવી ને એવી ઉત્પન્ન થયા જ કરે છે. ઉત્પાદ-વ્યયથી આલિંગિત ભાવનો નાશ થવા છતાં નિર્મળ ભાવ-પર્યાય નાશ થતી નથી પણ ધ્રુવપણામય અપાદાન શક્તિના કારણે સદાય એવી ને એવી થયા જ કરે છે. બીજી રીતે કહીએ તો ધ્રુવ ઉપર દષ્ટિ પડતાં જે નિર્મળ પર્યાય ઉત્પન્ન થઈ છે. તે અપાદાન શક્તિના કારણે સદાય એવી ને એવી રહે છે, નાશ પામતી નથી. ક્ષણિક પર્યાય નાશ થવા છતાં ધ્રુવ ઉપાદાન શક્તિના કારણે બીજી નિર્મળ પર્યાય તૈયાર જ છે તેથી કદી નાશ થતી નથી તેમ કહ્યું છે. ૬૪.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com