Book Title: Gyan Gosthi
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 266
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬O: જ્ઞાનગોષ્ઠી પણ પુદ્ગલના લક્ષે થતાં હોવાથી તે ભાવને પુદ્ગલના પરિણામ કહેવામાં આવે છે, તેથી વર્ણાદિથી માંડી રાગાદિ અને ૧૪ ગુણસ્થાનના ભેદોને પુદગલ દ્રવ્યના પરિણામ કહ્યાં છે. ઉદયભાવ છે તે જીવતત્ત્વ છે તે વ્યવહારથી છે, પરમાર્થમાં ઉદયભાવ છે તે અજીવતત્ત્વ છે. ૧૩૮. વર્ણાદિ પુદ્ગલ જીવમાં નથી એ તો ઠીક, અને રાગાદિ વિકાર પણ જીવમાં નથી એ પણ ઠીક. પરંતુ સંયમ લબ્ધિસ્થાન અને ગુણસ્થાનના જે ભેદો પડે છે તે પણ જીવમાં નથી કેમ કે અનુભૂતિમાં ભેદ ભાસતો નથી તેથી તે ભેદો જીવમાં નથી પણ પુદ્ગલના પરિણામ છે તેમ કહ્યું છે. ૧૩૯. શુદ્ધ પર્યાય સહિતનું દ્રવ્ય આશ્રય કરવા લાયક છે' એમ જો કોઈ માને તો તે તદન વિપરીતતા છે; કારણ કે પર્યાય વિનાના એકલા દ્રવ્યસામાન્યનો જ આશ્રય કરવાથી શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે. એ રીતે દ્રવ્યસામાન્યનો આશ્રય કરવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. પરંતુ પર્યાય સહિતના દ્રવ્યના આશ્રયનું પ્રયોજન શું?-પર્યાયમાંથી પર્યાય આવતી નથી, તેથી પર્યાય સહિતના દ્રવ્યનો આશ્રય કરવાથી શુદ્ધ પર્યાય ઉત્પન્ન શી રીતે થાય ?–આમ પ્રયોજન સિદ્ધ થતું ન હોવાથી તે નિષ્ફળ છે. ૧૪૦. શ્રી નિયમસાર ગાથા ૩૮ની ટીકામાં મુનિરાજ કહે છે કેઃ “અનાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળો શુદ્ધ-સહજ-પરમપરિણામિકભાવ જેનો સ્વભાવ છેએવો કારણ પરમાત્મા તે ખરેખર “આત્મા” છે. અતિ-આસન્ન ભવ્યજીવોને એવા નિજ પરમાત્મા સિવાય કાંઈ ઉપાદેય નથી.” ૧૪૧. નિયમસારની ટીકામાં ત્રિકાળ નિરાવરણ પરમ પરિણામિકભાવસ્વરૂપ નિજ કારણપરમાત્મા, સ્વરૂપ પ્રત્યક્ષ સહુજજ્ઞાન, કારણ શુદ્ધપર્યાય આદિ ધ્રુવસ્વભાવનો જ આશ્રય કરવા યોગ્ય છે, તેના જ આશ્રયથી કાર્યરૂપ કેવળજ્ઞાન પ્રગટ થાય છે, તેથી નિશ્ચયરૂપ ધ્રુવસ્વભાવને ઉપાદેય કરવા કહ્યું અને તેના પ્રતિપક્ષી-વિરદ્ધભાવ વ્યવહાર પ્રતિક્રમણ, પચખાણ આદિ શુભભાવોને હેય બતાવી તેનો ઉપહાસ કર્યો, ઠેકડી-મશ્કરી કરીને ઉડાડેલ છે. ટીકાકાર મુનિરાજ કહે છે કે તે બધું મેં નથી કહ્યું, પરમાગમના અર્થ કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? ગણધરો અને શ્રતધરોના ધોરીયાનો આ બધો પ્રવાહ આગળથી ચાલ્યો આવે છે. ૧૪૨. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278