Book Title: Gyan Gosthi
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 264
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮: જ્ઞાનગોષ્ઠી પાળે, દયા-દાન-પૂજા-ભક્તિ આદિ કરે તોપણ સમ્યગ્દર્શન વિના તે પુણ્યથી વૈભવ પામીને ત્યાંથી મરીને નરકમાં જશે કેમ કે પુણ્યોદયથી મદ ચડશે અને મદથી તિ ભ્રષ્ટ થશે, તેથી પાપ બાંધીને ન૨કમાં જશે માટે સમ્યગ્દર્શન વિનાના તે પુણ્ય પણ લાભકારી નથી. તેથી તે પુણ્ય સહિત હોવા છતાં તેને પાપી કહેવામાં આવે છે, અને સમ્યગ્દર્શન સહિત જીવ પાપોદયથી દુ:ખી હોય દરિદ્રી આદિ હોય તોપણ તેને પુણ્યાધિકારી કહેવામાં આવે છે. એ સમ્યગ્દર્શનનું આશ્ચર્યકારી માહાત્મ્ય અને પ્રભાવ છે. લાખ વાતની વાત છે કે પ્રથમમાં પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવા જેવું છે. ૧૩૨. * પ્રવચનસારમાં કહે છે કે દરેક દ્રવ્યના પર્યાયનો જન્મક્ષણ, સમ્યક્દર્શન-જ્ઞાનચારિત્ર પર્યાય થવાનો જે જન્મક્ષણ છે ત્યારે જ પ્રગટ થાય છે. તો પ્રશ્ન થાય કે એમાં પુરુષાર્થ ક્યાં આવ્યો ? ભાઈ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જે પ્રગટ થાય છે તે પર્યાયમાં ઉભા રહીને પ્રગટ થયા નથી, પર્યાયની સામુ જોઈને પ્રગટ થયા નથી, પણ પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉ૫૨ છે ત્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. દ્રવ્ય સ્વભાવ ઉપર લક્ષ ગયું છે એ પુરુષાર્થથી થયું છે. એ પર્યાય એના સ્વકાળથી થઈ છે. અને પર્યાય નિયતકાળે થઈ છે અને તે વખતે કર્મનો પણ અભાવ છે એથી એમાં પાંચે સમવાય સાથે જ આવી જાય છે. ૧૩૩. * ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરે તો બધા સમાધાન થઈ જાય તેવું છે. રાગની પર્યાય હોય કે વીતરાગી પર્યાય હોય પણ પર્યાય માત્ર પર્યાયના સ્વકાળે-જન્મક્ષણેથવાની હોય તે જ થાય છે તેમ નિર્ણય કરતાં, પર્યાય નિમિત્તથી થતી નથી, વ્યવહારથી નિશ્ચય થતો નથી આદિ બધા ખુલાસા થઈ જાય છે. ૧૩૪. * વિકાર હોવા છતાં વિકારની સાથે જ્ઞાન પડયું છે તેને પકડીને અંદરમાં જાય એટલે એને ભાસમાં આવે કે આ આત્મા એકલો વીતરાગ સ્વરૂપ જ છે, ૫૨માનંદ સ્વરૂપ જ છે, અત્યારે જ આવો સ્વભાવ છે. એકેન્દ્રિય આદિ પર્યાયનું લક્ષ છોડીને સ્વભાવનું લક્ષ કરતાં અત્યારે જ વીતરાગસ્વરૂપ પ્રતીતમાં અને અનુભવમાં આવે છે. જેમ જિનપ્રતિમા એકલી વીતરાગસ્વરૂપ છે તેને હાલવું-ચાલવું-બોલવું-ખાવું-પીવું કાંઈ નથી વીતરાગી સ્થિર બિમ્બ છે તેને દેખીને તેઓ વીતરાગી એટલે રાગ હતો તે તેનું સ્વરૂપ ન હતું તેથી નીકળી જતાં વીતરાગી થયા તેમ જ મારો આત્મા પણ રાગ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278