Book Title: Gyan Gosthi
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 274
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮: જ્ઞાનગોષ્ઠી ભાવશ્રુતજ્ઞાન તે જ્ઞાતા છે. કેવળજ્ઞાનમાં શેયો પ્રત્યક્ષ છે અને શ્રુતજ્ઞાનમાં શેયો પરોક્ષ છે. જેમ બળવા યોગ્ય પદાર્થોને બાળતો તે અગ્નિ છે તેમ જાણવા યોગ્ય વિશ્વના શેયાકારરૂપે પરિણમતો આત્મા તે જ્ઞાયક છે. ૧૬૪. * ઘટ-પટ આદિ પરદ્રવ્યના કાર્યનો વ્યાપ્ય-વ્યાપક ભાવે તો આત્મા કર્તા નથી પણ નિમિત્તપણે પણ કર્તા નથી. કેમ કે જો ઘટ-પટ આદિના કાર્યનો નિમિત્તપણે પણ કર્તા હોય તો જ્યારે જ્યારે ઘટ-પટ આદિના કાર્યો થાય ત્યારે આત્માને હાજર રહેવું પડે! નિત્ય-કર્તૃત્વનો પ્રસંગ આવે! તેથી આત્મા નિમિત્તપણે પણ કર્તા નથી. ઘટ પટાદિના કાર્યકાળે ફક્ત ઈચ્છા-વિકલ્પને નિમિત્તકર્તા કહેવાય પણ તે કોના ? કે જેને વિકલ્પમાં એકત્વબુદ્ધિ છે એવા અજ્ઞાનીની ઈચ્છા રૂપ યોગ ઉપયોગને નિમિત્તકર્તા કહેવાય છે. જ્ઞાની નબળાઈથી થતાં વિકલ્પનો કર્તા નથી પણ જ્ઞાતા છે. તેથી જ્ઞાની તો ઘટ-પટ આદિ કાર્યોનો નિમિત્તકર્તા પણ થતો નથી, પણ તે ઘટ-પટ આદિના કાર્યને પોતાના સ્વપર પ્રકાશક જ્ઞાનમાં નિમિત્ત બનાવે છે. આહાહા! જ્ઞાની ધર્માત્મા ગૃહસ્થાશ્રમમાં અનેક પ્રકારના દેહ-વાણી આદિના કાર્યમાં પ્રવર્તતો દેખાય છતાં એનો નિમિત્તપણે પણ કર્તા નથી જ્ઞાતા જ છે. ૧૬૫. * સાધક જીવને ભૂમિકા પ્રમાણે દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા ભક્તિ શ્રુત ચિંતવન અણુવ્રત મહાવ્રત આદિના શુભ વિકલ્પો આવે છે, હોય છે, પણ તે જ્ઞાયક પરિણતિને બોજારૂપ છે. આહાહા! અરે! આવા શુભ વિકલ્પો પણ બોજારૂપ લાગે છે! જેમ રૂના પોલ ઉપર લોખંડનો ભાર મૂકે ને પોલ દબાય જાય તેમ જ્ઞાયક પરિણતિને શુભ વિકલ્પો પણ જ્યાં બોજારૂપ લાગે છે ત્યાં વેપાર-ધંધો-ધનાદિની રક્ષાના અશુભરાગના બોજાની તો વાત જ શું કરવી? પવિત્ર પરિણતિમાં શુભની અપવિત્ર પરિણતિ બોજારૂપ છે, ભારરૂપ છે, આકુલતા ને લેશરૂપ છે. આહાહા! આવું સ્પષ્ટ કથન દિગંબર સંતોનું છે. ભાઈ! તારે જો તારું પરિભ્રમણ ટાળવું હોય તો સમ્યક્ત્તાનની તીક્ષ્ણબુદ્ધિથી આનંદના સાગર સ્વભાવને પકડી લે! જો આનંદસ્વરૂપ દ્રવ્ય તારા હાથમાં આવી ગયું તો મુક્તિની પર્યાય સહેજે મળી જશે. ૧૬૬. * ભાઈ! તું એકવાર કુતૂહલ તો કર! ભગવાન તારા આટલા આટલા વખાણ કરે છે. એ છે કોણ? તું આનંદનો સાગર છો, ૫૨માનંદ સ્વરૂપ છો, અનંત અનંત ગુણોનું ગોદામ છો, અતીન્દ્રિય આનંદનો દરિયો છો, સિદ્ધસમાન શુદ્ધ છો, આટલા આટલા તારા વખાણ કરે છે એવો તું પરમાત્મસ્વરૂપ છો કોણ ? એનું એકવાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278