Book Title: Gyan Gosthi
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 275
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ર૬૯ કુતૂહલ કરીને જો તો ખરો ! ભાઈ ! મહા કષ્ટ, મરીને પણ તું કુતૂહલ કરીને જો ! આ શરીરાદિના પાડોશી થઈ આત્માનો અનુભવ કર, તો તારો આત્મા આનંદરૂપ વિલાસરૂપ દેખાશે ને પરદ્રવ્યનો મોહ તુરત છૂટી જશે. ૧૬૭. ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય જ્ઞાયક ઉપર દષ્ટિ જાય ત્યારે થાય છે. રાગ શેય છે એમ ક્યારે ભાસે?-કે રાગથી ભિન્ન જ્ઞાતા થયો તેને રાગ શેયપણે ભાસે છે. યોગ્યતા અનુસાર રાગ થાય તેનું ક્યારે સાચું જ્ઞાન થાય?-કે જ્ઞાતા એની દષ્ટિમાં આવે ત્યારે યોગ્યતાનું સાચું જ્ઞાન થાય. રાગ ઉપર દૃષ્ટિ પડી હોય અને ક્રમબદ્ધમાં રાગ હતો, યોગ્યતામાં રાગ હતો-એમ બોલે તે ન ચાલે! પર્યાય અંદરમાં વળીને દષ્ટિમાં દ્રવ્યને પકડે ત્યારે ક્રમબદ્ધ યોગ્યતા આદિનું સાચું જ્ઞાન થાય છે. ૧૬૮. દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ થાય છે એટલે પરદ્રવ્યની પર્યાયને ફેરવવાનું તો રહ્યું નહિ, પરદ્રવ્યની પર્યાયને તો ફેરવી શકતો જ નથી પણ પોતાની પર્યાય જે ક્રમસર થવાની તે જ થાય છે તેથી તેને પણ ફેરવવાનું રહ્યું નહિ. જે પર્યાય ક્રમસર થાય તેનો જાણનાર જ છે. આહાહા! આ વીતરાગતા છે. ભગવાન સર્વજ્ઞ દેખ્યા પ્રમાણે દરેક દ્રવ્યના ત્રણકાળના પર્યાયો જે કાળે જે થવાના તે જ થવાના છે. ભગવાને દેખ્યું છે માટે થવાના છે એમ નહિ પણ દરેક દ્રવ્યના પર્યાયો પોતાથી જ ક્રમબદ્ધ જે થવાના તે જ થાય છે તેને બીજો તો ફેરવી શકે નહિ પણ પોતે પણ પોતામાં થતા ક્રમસર પરિણામને ફેરવી શકે નહિ, માત્ર જાણી શકે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતા દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામું જોતાં ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે, ત્યારે જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે. એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વજ્ઞ દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય. એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપર દૃષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે. ૧૬૯. જ્ઞાયકસ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી શકે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી. સર્વજ્ઞની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવો જીવ તો જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વચ્છંદતાનું પોષણ કરે છે, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278