Book Title: Gyan Gosthi
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 270
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૪: જ્ઞાનગોષ્ઠી શાંતિને પ્રગટ કરવામાં જગતનો કોઈ બાહ્યપદાર્થ વિદન કરવા સમર્થ નથી. ગમે તેવા આકરા પ્રસંગો આવી પડે. દીકરો મરી જાય. દીકરી રડે, જંગલમાં એકલો પડી ગયો હોય ને કોલેરા આદિનો આકરો રોગ થઈ ગયો હોય, ક્ષુધા-તૃષાની આકરી વેદના હોય કે સિંહ વાઘ ફાડી ખાવા આવ્યો હોય કે ગમે તેવા આકરા પ્રસંગ આવી પડે તોપણ તે સંયોગનું લક્ષ છોડીને અંદરમાં આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકવા સમર્થ છે. બાહ્યમાં રહેલી પ્રતિકૂળતા અંદરમાં આત્મશાંતિને રોકી શકતી નથી. શાસ્ત્રમાં તો કહે છે કે નરકની એક ક્ષણની પીડા એવી છે કે તેને કોટી જીભથી કોટી વર્ષ સુધી કહેવામાં આવે તો પણ એ પીડા કહી શકાય નહિ એવી આકરી નરકની પીડા છે. છતાં ત્યાં પણ એ સંયોગનું ને પીડાનું લક્ષ છોડી દે તો આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકે છે. ભાઈ ! તારું તત્ત્વ હાજરાહજૂર છે. તેમાં લક્ષ કરીને પોતાની શાંતિ પ્રગટ કરી શકાય છે. ૧૫૪. આત્મા જ્ઞાયકભાવે ત્રિકાળ અખ્ખલિત રહ્યો છે. પુણ્ય-પાપ આદિ નવતત્ત્વોના ભેદરૂપ ભાવમાં આવ્યો જ નથી. સર્વાર્થસિદ્ધિનો દેવ થયો છતાં જ્ઞાયકભાવ તેમાં આવ્યો નથી અને સાતમી નરકનો નારકી થયો છતાં જ્ઞાયકભાવ તેમાં આવ્યો નથી. જ્ઞાયકભાવ તો સદા અસ્મલિતરૂપે જ રહ્યો છે. અરે! કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ દશા પ્રગટી છતાં તેમાં જ્ઞાયકભાવ આવતો નથી. ધ્રુવજ્ઞાયકભાવ તો સદાકાળ અસ્મલિત જ રહ્યો છે. સદાકાળ અસ્મલિત શબ્દ ઉપર વજન છે. ચાર ગતિઓના દુઃખમાં પડ્યો હોવા છતાં આનંદસ્વરૂપથી જ્ઞાયકભાવ સદાકાળ અસ્મલિત રહ્યો છે. ભાઈ ! તને સંસારના દુઃખથી થાક લાગ્યો હોય ને તેનાથી છૂટવું હોય તો એક જ્ઞાયકભાવના અસ્મલિત સ્વભાવ સમીપ જા ! સર્વકાળે અસ્મલિત એક જીવસ્વભાવ છે જે કદી નવતત્ત્વના ભેદોમાં જતો નથી ને એકરૂપતા છોડતો નથી. એવા જ્ઞાયકભાવની સમીપ જઈને અનુભવ કરતાં એ નવ પર્યાયભેદો જૂઠા છે-અભૂતાર્થ છે ને જ્ઞાયકભાવ એક જ સાચો છે, ભૂતાર્થ છે. ૧૫૫. હે જીવ! અનંતકાળમાં તે શુદ્ધોપયોગ કર્યો નહિ તેથી તારી અશુદ્ધતા ટળી નહિ તું તારા જ્ઞાયકભાવમાં ઠરી જા તો ક્ષણમાત્રમાં તારા કર્મો ક્ષય થઈ જશે. ભલે તું એક છો પણ તારી શક્તિ અનંત છે. એક જ અનંત શક્તિવાળો બધાને પહોંચી વળવા બસ છે! તું ઊંધે છો તો બધા આવે છે. તું જાગૃત થા તો બધાં તેની મેળાએ ભાગી જશે. તારામાં જ્ઞાન, દર્શન, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ આદિ અનંતી શક્તિઓ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278