Book Title: Gyan Gosthi
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 265
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૫૯ રહિત વીતરાગી છે તેમ જાણે છે. ૧૩પ. અજ્ઞાની કહે છે કે ઉપાદાનમાં યોગ્યતા અનેક પ્રકારની છે પણ જેવું નિમિત્ત આવે તેવું ઉપાદાનમાં કાર્ય થાય. જેમ પાણી છે તેમાં યોગ્યતા અનેક પ્રકારની છે. પાણીમાં સાકર નાખે તો મીઠું પાણી થાય, લીંબુ નાખે તો ખાટું થાય. મરચું નાખે તો તીખું થાય, મીઠું (લવણ ) નાખે તો ખારું થાય. જેવું નિમિત્ત આવે તેવું પાણી થાય તેમ નિમિત્તાધીન દષ્ટિવાળાને દેખાય છે પણ તે વાત સાચી નથી. પાણીનાં રજકણો અનેક પ્રકારે પરિણમવાની યોગ્યતાવાળા છે તેને જ્યારે મીઠા-ખાટા-તીખા-ખારા આદિ રસરૂપે પરિણમવાની યોગ્યતાનો સ્વકાળ હોય છે ત્યારે તે રૂપે સ્વયં પોતાના જન્મક્ષણથી પરિણમે છે અને ત્યારે તેને યોગ્ય બાહ્ય નિમિત્તની હાજરી સહજ હોય છે. બધા નિમિત્તો ધર્માસ્તિકાયવત્ છે તેમ ઈબ્દોપદેશમાં પૂજ્યપાદ આચાર્યે કહ્યું છે. ઇષ્ટ ઉપદેશ એનું નામ છે કે ઉપાદાન પોતાની શક્તિથી જ પરિણમે છે, નિમિત્તથી પરિણમતું નથી. નિમિત્ત હાજર માત્ર છે. પાણી અનિથી ઉષ્ણ થતું નથી. ધજા પવનથી ચાલતી નથી, ચોખા પાણીથી ચડતા નથી. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. નિમિત્ત ધર્માસ્તિકાયવત્ છે. તેને ઈષ્ટ ઉપદેશ કહે છે. જેવું નિમિત્ત આવે તેવું ઉપાદાનમાં કાર્ય થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. માટીમાંથી કુંભારને ઘડો કરવો હોય તો ઘડો થાય અને કોડીયું કરવું હોય તો કોડીયું થાય એમ બને જ નહિ. ઘડો થવાનો કાળ હોય તો ઘડો જ થાય ને કોડીયું થવાનો કાળ હોય ત્યારે કોડીયું જ થાય અને તે કાર્યકાળ નિમિત્ત તેને અનુકૂળ જ હોય પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. ૧૩૬. એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે એવા સર્વજ્ઞ જેને બેસે છે તેની દષ્ટિ પોતાના સર્વજ્ઞ સ્વભાવ ઉપર જાય છે ત્યારે જ તેને સર્વજ્ઞ યથાર્થપણે બેઠા છે. એ સર્વજ્ઞ જેમ જાણું છે તેમ જ જગતનું પરિણમન થાય છે. અક્રમ એટલે કે આડું અવળું પરિણમન થાય ને સર્વજ્ઞ આડુંઅવળું જાણે એવો ય કે જ્ઞાનનો સ્વભાવ નથી, તેથી વસ્તુનું પરિણમન ક્રમબદ્ધ છે તેમ સિદ્ધ થાય છે. ક્રમબદ્ધનું પ્રયોજન દ્રવ્ય તરફ લક્ષ જવું તે છે, વીતરાગતા થવી તે ક્રમબદ્ધનું તાત્પર્ય છે. ૧૩૭. ભાવ આસ્રવના પરિણામ નિશ્ચયથી જીવના છે. જીવ તેને ઉત્પન્ન કરે છે તેમ સિદ્ધ કર્યા પછી જ્યારે ચૈતન્યસ્વભાવનો સ્વાનુભવ કરે છે ત્યારે સ્વાનુભવમાં આગ્નવભાવ આવતો નથી, ભિન્ન રહી જાય છે તેથી તેને જીવના કહેવામાં આવતા નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278