Book Title: Gyan Gosthi
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 261
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહાસાગરનાં મોતી: ૨૫૫ મને લાભ થાય છે એ માન્યતા જ આત્માનું અત્યંત ભૂંડું કરનારી છે, વિસંવાદ ઊભો કરનારી છે, આત્માનું બૂરું કરનારી છે. તેથી શુભરાગથી ભિન્ન આત્માનું એકત્વ આચાર્યદેવે સમયસાર ગાથા ચોથીમાં સમજાવ્યું છે. ૧૧૮. શ્રી પદ્મનંદિ આચાર્ય બ્રહ્મચર્યનો મહિમા કરીને કહે છે કે અરે યુવાનો! તમને મારી વાત ન રુચે તો હું મુનિ છું તેમ જાણીને માફ કરજો. એમ આ તત્ત્વની પરમ સત્ય વાત અમે કહીએ છીએ, બંધનથી છૂટવાના કારણભૂત પરમ અધ્યાત્મતત્ત્વની વાત કહીએ છીએ, છતાં કોઈને અનાદિના આગ્રહવશ ન રુચે તો અમને માફ કરજો. ભાઈ ! અમે તો મોક્ષના માર્ગ છીએ એથી અમે બીજું શું કહીએ ! તમને ન રુચે ને દુ:ખ થાય તો માફ કરજો ભાઈ ! ૧૧૯. તીર્થંકર ગોત્રનો બંધ થાય તે અપરાધરૂપ ભાવ છે, અપરાધ તે ઉપાદેય કેમ હોય? અને અપરાધ વડે મોક્ષમાર્ગ કેમ થાય? આત્મા એકલો આનંદ સ્વરૂપ અમૃત છે એનામાંથી આનંદામૃતનો સ્વાદ આવે તે મોક્ષમાર્ગ છે. શુભરાગ એ તો ચૈતન્યથી વિપરીત સ્વરૂપ હોવાથી ઝેરનો સ્વાદ છે, આકુળતાનો સ્વાદ આવે છે, તે મોક્ષમાર્ગનું કારણ કેમ થાય ? ૧૨). આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ જવું તે છે. શ્રીમદે કહ્યું છે ને! “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઊતરશે. ૧ર૧. સમયસાર ગાથા ૪૫ માં આઠ કર્મના ફળને દુઃખરૂપ કહ્યા છે, શાતાના ફળને પણ દુઃખરૂપ કહ્યા છે. આ તો જેને ચારગતિના દુ:ખ લાગ્યા હોય તેને માટે આ વાત છે. પ્રતિકૂળતાથી દુઃખ લાગે તે નહિ, સ્વર્ગ પણ જેને દુ:ખરૂપ લાગે છે તેને માટે આ આત્મહિતની વાત છે. ૧૨૨. સર્પ કરડેલ હોય તેને લીંમડો કડવો હોવા છતાં મીઠો લાગે છે. તેમ મિથ્યાત્વના ઝેર ચડેલા છે તેને પરદ્રવ્યમાં મીઠાશ લાગે છે. મિથ્યાત્વના ઝેર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278