________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય-પાપ: ૨૦૭ કહેલાં શાસ્ત્રોની વાત પણ નથી. શાસ્ત્રજ્ઞાન છે તેમાં શાસ્ત્ર નિમિત્ત છે તે પરલક્ષી છે તેથી તે નિષેધ્ય છે. આત્માનું જ્ઞાન તે નિશ્ચય છે. તેમ નવ તત્ત્વોની શ્રદ્ધામાં નવ તત્ત્વો નિમિત્ત છે, આત્મા નિમિત્ત નથી તેથી તે ભેદવાળી શ્રદ્ધા રાગ છે, વ્યવહાર છે, તે વ્યવહાર શ્રદ્ધા અભવીને પણ હોય પણ તેને આત્માની શ્રદ્ધા નથી. છ જીવ નિકાયની દયાનો વિકલ્પ છે તે શુભરાગ છે-એવું હોવા છતાં નિશ્ચયચારિત્ર ન હોય કેમકે નિશ્ચયચારિત્ર સ્વના આશ્રયે હોય છે. અને તેની સાથે વ્યવહારચારિત્રનો વિકલ્પ હોય પણ અને ન પણ હોય.
-આત્મધર્મ અંક ૪૦૪, જૂન ૧૯૭૭, પૃષ્ઠ ૨૦-૨૧
(૬૩૪) પ્રશ્ન- એકમાત્ર અધ્યવસાન જ બંધનું કારણ છે; બાહ્યવસ્તુ બંધનું કારણ છે એમ નથી, તો શું બાહ્યવસ્તુ વિના બંધ થાય છે?
ઉત્તર:-શુભ-અશુભરૂપ અધ્યવસાન એક જ બંધનું કારણ છે, બાહ્યવસ્તુ પણ બંધનું કારણ છે એમ નથી. પુણ્ય-પાપના ભાવોમાં એકત્વબુદ્ધિરૂપ જે અધ્યવસાન છે તે જ એક બંધનું કારણ છે. બાહ્યવસ્તુ અધ્યવસાન થવાનું કારણ-નિમિત્ત થાય છે. બાહ્યવસ્તુનો આશ્રય કરીને અધ્યવસાન થાય છે પણ તે બાહ્યવસ્તુ બંધનું કારણ થતી નથી. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીને છનું કરોડ પાયદળ ને છ— હજાર રાણીઓ આદિ બાહ્ય વૈભવો છે પણ તે બંધનું કારણ નથી. બંધનું કારણ તો એક અધ્યવસાન જ છે. બાહ્યવસ્તુ બિલકુલ બંધનું કારણ નથી. જો બાહ્ય વસ્તુ બંધનું કારણ થતી હોય તો સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી તીર્થકરો આદિને ઘણી અનુકૂળ સામગ્રીઓ હોય છે પણ તેમને અધ્યવસાન નથી, તેથી તે બાહ્ય સામગ્રી બંધનું કારણ થતી નથી. અધ્યવસાન એક જ બધનું કારણ ન સંસારની જડ ( -મૂળ) છે. તેનાથી જ નરક-નિગોદ આદિ ચોરાશીના અવતાર થાય છે.
-આત્મધર્મ અંક ૪૩૪, ડિસેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૨૯-૩૦
(૬૩૫) પ્રશ્ન- બાહ્યવસ્તુ બંધનું કારણ નથી તો શાસ્ત્રોમાં બાહ્યવસ્તુ ત્યાગ કરવાનો ઉપદેશ કેમ આવે છે?
ઉત્તર- બાહ્યવસ્તુ બંધનું કારણ તો છે જ નહિ, કેમકે બાહ્યવસ્તુ પોતાના દ્રવ્ય-ગુણમાં તો છે જ નહિ અને પર્યાયમાં પણ બાહ્યવસ્તુનો અભાવ છે. તેથી તે બંધનું કારણ છે જ નહિ. તોપણ બાહ્યવસ્તુના આશ્રયે જ અધ્યવસાન થતાં હોવાથી બાહ્યવસ્તુને બંધના કારણનું કારણ જાણી બાહ્ય વસ્તુના ત્યાગનો ઉપદેશ આપવામાં આવે છે. કેમ કે બાહ્યવસ્તુના આશ્રય વિના અધ્યવસાન થઈ શકતા નથી.
-આત્મધર્મ અંક ૪૩૪, ડિસેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૩O
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com