________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪: જ્ઞાનગોષ્ઠી
પાર નથી ૫માતો તેમ ગણીતથી પણ તેની તાકાતનો પાર નથી પમાતો.
-આત્મધર્મ અંક ૨૬૨, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૨ (૬૫૫ )
પ્રશ્ન:- ભરતક્ષેત્રનો જીવ મરીને સીધો વિદેહમાં જન્મે ખરો ?
ઉત્ત૨:- હા, મિથ્યાદષ્ટિ હોય તો જન્મી શકે; પણ આરાધક મનુષ્ય મરીને કર્મભૂમિના મનુષ્યમાં ( વિદેહાદિમાં ) જન્મે નહિ–એ નિયમ છે. વિરાધકજીવ ગમે ત્યાં જન્મે. કદાચ કોઈ મનુષ્યને પૂર્વે મિથ્યાત્વદશામાં મનુષ્યનું આયુષ્ય બંધાઈ ગયું હોય ને પછી સમ્યક્ત્વ (-ક્ષાયિક) પામે તો તે આરાધક જીવ મરીને મનુષ્યમાં ઉપજે, પણ તે અસંખ્યાત વર્ષના આયુષવાળા ભોગભૂમિના મનુષ્યમાં જ ઉપજે, કર્મભૂમિમાં ન ઊપજે એ નિયમ છે. વિદેહક્ષેત્ર તે કર્મભૂમિ છે. ભોગભૂમિમાં ચોથા ગુણસ્થાનથી ઉપરના કોઈ ગુણસ્થાનો હોતાં નથી. ભોગભૂમિનો જીવ ત્યાંથી મરીને નિયમથી સ્વર્ગમાં જ જાય.
-આત્મધર્મ અંક ૨૬૪, ઓકટોમ્બર ૧૯૬૫, પૃષ્ઠ ૨૯ (૬૫૬)
પ્રશ્ન:- કેવળજ્ઞાનીના શરીરમાં નિગોદ જીવો હોય?
ઉત્ત૨:- ના કેવળજ્ઞાનીને પરમ ઔદારિક શરીર છે, તેના આશ્રયે નિગોદના જીવો હોતાં નથી. આકાશમાં તે ક્ષેત્રે હોય. કેમકે લોકમાં સર્વત્ર નિગોદ જીવો છે, પરંતુ તે જીવો પરમ ઔદારિકશરીરને આશ્રિત નથી. કેવળજ્ઞાનીનું પરમ ઔદારિક શરીર, મુનિનું આહા૨ક શરીર, દેવોનું તથા નારકીનું વૈયિક શરીર, તથા પૃથ્વીકાય -અપ્કાય-વાયુકાય અને તેજોકાય એ સ્થાનોના આશ્રયે નિગોદ જીવો હોતા નથી.
-આત્મધર્મ અંક ૨૬૪, ઓકટોમ્બર ૧૯૬૫, પૃષ્ઠ ૩૦
(૬૫૭)
પ્રશ્ન:- આકાશના એક પ્રદેશમાં અનંતા પરમાણુઓ અને અનંતા જીવના પ્રદેશ કેમ રહી શકે?
ઉત્ત૨:- જેનો જે સ્વભાવ હોય તેમાં મર્યાદા કે હદ શું હોઈ શકે? બેહદ ને અમર્યાદિત જ સ્વભાવ હોય. લોકમાં રહેલાં અનંતા પરમાણુઓ સૂક્ષ્મરૂપે થઈને આવે તો આકાશનો એક પ્રદેશ અવગાહન આપે. એવો અવગાહન આપવાનો આકાશમાં બેહદ સ્વભાવ છે. આકાશના એક પ્રદેશમાં એટલું બેદ સામર્થ્ય છે કે અનંતા પુદ્દગલને અનંતા જીવના પ્રદેશોને તથા ધર્માસ્તિ, અધર્માસ્તિ તથા કાળના એક એક પ્રદેશને એકીસાથે અવગાહન આપી શકે છે. એ આકાશનો એક પ્રદેશ છે કેવડો ?-કે એક પરમાણુ રહે એટલા માપવાળો જ. છતાં તેમાં અનંતને અવગાહન આપવાનું અમાપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com