________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશાઃ ૧૨૫ જ્ઞાનીઓ પર્યાય જેટલો જ જીવને માનતા નથી, તેથી તેમને પર્યાયબુદ્ધિના રાગદ્વેષ થતા જ નથી. સ્વભાવદષ્ટિવાળો જીવ સિદ્ધ પર્યાય વખતે પણ તેના પૂરા સ્વભાવને દેખે છે ને નિગોદ પર્યાય વખતે પણ પૂરા સ્વભાવને જ દેખે છે, તેથી તેને બધા પર્યાયો ઉપર સમભાવ રહે છે. કદાચ અલ્પ રાગદ્વેષ થાય તો તે વખતે પણ પોતાના સ્વભાવની એકતા છૂટતી નથી, તેથી ખરેખર તેમને રાગદ્વેષ થયો નથી પણ સ્વભાવની એકતા જ થઈ છે. સ્વભાવબુદ્ધિનો હુકાર ને પર્યાયબુદ્ધિનો નકાર તે જ સમભાવ છે.
આત્મા વર્તમાનભાવ જેટલો નથી પણ ત્રિકાળ અખંડ જ્ઞાનમૂર્તિ છે–એવી શ્રદ્ધા તે દ્રવ્યબુદ્ધિનો સ્વીકાર છે ને પર્યાયબુદ્ધિનો અસ્વીકાર છે. ત્રિકાળી સ્વભાવની બુદ્ધિથી આત્માને માનનાર સમ્યગ્દષ્ટિ છે અને પર્યાયબુદ્ધિથી આત્માને માનનાર મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિને ગૃહસ્થાશ્રમમાં રાજપાટ અને હજારો રાણીઓનો સંયોગ પણ વર્તતો હોય અને તે સંબંધી રાગ હોય, છતાં તે વખતેય અખંડ સ્વભાવની દષ્ટિ ખસતી નથી પણ સ્વભાવની અધિકતા જ છે, તેથી તેમને સમભાવ જ વર્તે છે.
-આત્મધર્મ અંક ૫૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૪-૧૧૫
(૪૦૨) પ્રશ્ન:- જ્ઞાનીઓ જો પર પદાર્થને પોતાના ન માનતા હોય તો “આ મારી ચોપડી, આ મારી વસ્તુ” એમ કેમ બોલે છે?
ઉત્તર- અરે ભાઈ, ભાષામાં એમ બોલાય છતાં અંતરમાં પરને પોતાનું માનતા નથી; તે કપટ નથી. બોલવાની ક્રિયા જ આત્માની નથી, તે તો જડ છે, તે વખતે જ્ઞાનીનો અંતર અભિપ્રાય શું છે તે સમજવું જોઈએ.
-આત્મધર્મ અંક પ૫, વૈશાખ ૨૪૭૪, પૃષ્ઠ ૧૧૮
(૪૦૩) પ્રશ્ન- ભૂતકાળના દુ:ખોને યાદ શું કામ કરવા?
ઉત્તર:- એવા દુ:ખો ફરી ન આવે એ માટે યાદ કરી વૈરાગ્ય કરે છે. મુનિરાજ પણ ભૂતકાળના દુઃખોને યાદ કરીને કહે છે કે હું ભૂતકાળના દુઃખોને યાદ કરું છું ત્યાં કાળજામાં ઘા વાગે છે. જુઓ! સમ્યગ્દષ્ટિ મુનિ છે, આનંદનું પ્રચુર વેદન છે, છતાં ભૂતકાળના દુઃખોને યાદ કરી એવા દુઃખો ફરીને ન આવે એ માટે વૈરાગ્ય વધારે છે.
–આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ર૬
(૪૦૪). પ્રશ્ન- પૂજા-ભક્તિ-આદિ શુભરાગમાં ધર્મ નથી તો શ્રાવકને માટે ધર્મ શું છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com