________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮: જ્ઞાનગોષ્ઠી
ઉત્તર- પુણ્ય છે તો શુભરાગ પણ તે સ્વરૂપથી પતિત કરે છે તેથી ત્યાં કહ્યું છે કે પાપને તો પાપ જગ સહુ કહે પણ અનુભવી જીવ પુષ્યને પણ પાપ કહે છે. જયસેન આચાર્યે પણ કહ્યું છે કે પુણ્ય છે તે અશુભથી બચાવે છે પણ શુદ્ધ સ્વરૂપથી પછાડે છે-પતિત કરે છે. તેથી પુણને પણ પાપ કહ્યું છે. પાપનો અધિકાર છે છતાં તેમાં પુર્ણને પાપ કહ્યું છે. અહીં તો જેને આત્માનું હિત કરવું હોય તેની વાત છે. બાકી તો અનંતવાર શુભ કરીને નવમી રૈવેયક ગયો પણ એક ભવ ઘટ્યો નહિ.
-આત્મધર્મ અંક ૪૪૦, જૂન ૧૯૮૦, પૃષ્ઠ ૩૧
(૬૦૪) પ્રશ્ન- અશુભની અપેક્ષાએ શુભને ઠીક કહેવાય કે નહીં?
ઉત્તર- આત્માનું ભાન થયા પછી શુભ-અશુભ ભાવ બંને બંધના કારણ છે તેમ જાણ્યા પછી, વ્યવહારે અશભની અપેક્ષાએ શુભને ઠીક કહેવાય પણ તે જ્ઞાનીની અપેક્ષાએ વાત છે. ચરણાનુયોગમાં તો તીવ્ર કષાય ઘટાડવા માટે મંદ કષાય કરવો એમ પણ કહે, પણ અહીં અધ્યાત્મશાસ્ત્રમાં તો આત્મામાં રાગની ગંધ જ નથી તે વાત છે. આત્મા વસ્તુએ તો ભગવાન સ્વરૂપ છે એને પડખે ચડીને જેણે એનો આશ્રય ન લીધો ને રાગના પડખે ચડીને રાગનો આશ્રય લીધો તે મિથ્યાષ્ટિ છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૨૧
(૬૦૫) પ્રશ્ન-શુભ-અશુભ પરિણામમાં ભેદ માને તેને મિથ્યાદષ્ટિ કહ્યો છે તો અમે આત્માની વાત સાંભળવા આવીએ કે દુકાને બેસીને વેપાર કરીએ એ બધું એક જ છે ને?
ઉત્તરઃ- શુભ-અશુભ પરિણામમાં વ્યવહારથી ભેદ છે. વેપારમાં તીવ્ર કષાય છે, સાંભળવામાં મંદ કષાય છે એથી વ્યવહારે ભેદ છે. પરંતુ એ શુભ-અશુભ બન્નેનું લક્ષ પર તરફ છે તેથી બંધનું કારણ છે તેથી પરમાર્થે ભેદ નથી તેમ બતાવી શુભમાંથી હિતબુદ્ધિ છોડાવીને સ્વદ્રવ્યનું લક્ષ કરાવે છે.
-આત્મધર્મ અંક ૪૨૮, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૫
(૬૮૬)
પ્રશ્ન- આપ શુભભાવને છોડાવો છો ?
ઉત્તરઃ- શુભરાગમાં હિતબુદ્ધિ છે તે છોડાવાય છે. પહેલા શુભરાગમાં આદરબુદ્ધિ છોડાવે છે અને પછી અસ્થિરતાથી છોડાવે છે. શુભરાગ આવશે તો ખરો,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com