________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનઃ ૭૭
લાભ માને તેને પોતાનો માન્યા વિના તેનાથી લાભ માની શકે નહિ. તેથી રાગથી લાભ માનનાર પોતાનો જ ઘાત કરતો હોવાથી દુરાત્મા છે, આત્માનો અનાદર કરનાર છે, આત્માનો તિરસ્કાર કરનાર છે, અવિવેકી મિથ્યાદષ્ટિ છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૧-૩૨
(૨૪૨)
પ્રશ્ન:- આના ઉપરથી એમ થાય છે કે સમ્યગ્દર્શન થવાને પાત્ર કોણ ?
ઉત્ત૨:-ઈ પાત્ર જ છે પણ પાત્ર નથી એમ મનાઈ જાય છે ને! ઈ શલ્ય નડે છે. -આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૬
(૨૪૩)
પ્રશ્નઃ- સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થાય છે?
ઉત્ત૨ઃ- સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થતો નથી પણ કહેવાય ખરું કેમકે વિકલ્પને છોડીને નિર્વિકલ્પમાં જાય તે બતાવવા વિકલ્પ દ્વારા એમ કહેવાય છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં રોમાંચ ખડા થાય છે તેમ આવે છે. એટલે કે વીર્ય અંદર જવા ઉછળે છે તે બતાવવું છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૩૦
(૨૪૪)
પ્રશ્ન:- શાસ્ત્રાભ્યાસ આદિ કરવા છતાં તેનાથી સમ્યગ્દર્શન થતું નથી તો સમ્યગ્દર્શન માટે શું કરવું ?
ઉત્ત૨:- ખરેખરી એક આત્માની જ રુચિપૂર્વક પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો તે જ સમ્યગ્દર્શનનો ઉપાય છે. આત્માનો સાચો નિર્ણય કરનારને પહેલા સાતતત્ત્વોનો સવિકલ્પ નિર્ણય આવે છે, શાસ્ત્રાભ્યાસ હોય છે, શાસ્ત્રાભ્યાસ ઠીક છે તેમ પણ વિકલ્પમાં હોય છે પણ તેનાથી ખરો નિર્ણય થતો નથી. વિકલ્પસહિત ત્યાં સુધી પ૨સન્મુખતા છે. પ૨સન્મુખતાથી સાચો નિર્ણય થતો નથી. સ્વસન્મુખ થતાં જ સાચો નિર્વિકલ્પ નિર્ણય થાય છે. સવિકલ્પદ્વારા નિર્વિકલ્પ થવાનું આવે છે છતાં સવિકલ્પતા તે નિર્વિકલ્પ થવાનું ખરું કારણ નથી છતાં પહેલા આવે છે તેથી સવિકલ્પ દ્વારા એમ કહેવાય છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૫
(૨૪૫)
પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિને અશુભમાં આયુષ્ય બંધાય ?
ઉત્ત૨:- સમ્યગ્દષ્ટિને ચોથે પાંચમે વેપાર વિષય આદિનો અશુભ રાગ પણ હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com