________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦: જ્ઞાનગોષ્ઠી જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે, ઈન્દ્રિયજ્ઞાન તે આત્મા નહિ. આંખથી હજારો શાસ્ત્રો વાંચ્યા કે કાનથી સાંભળ્યાં તે ઈન્દ્રિયજ્ઞાન છે, આત્મજ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિયજ્ઞાનથી જાણનારો છે, ઇન્દ્રિયજ્ઞાનથી જાણે તે આત્મા નહિ. આત્માને જાણતા જે આનંદનો સ્વાદ આવે છે તે સ્વાદ ઇન્દ્રિયજ્ઞાનથી આવતો નથી તેથી ઈન્દ્રિયજ્ઞાન તે આત્મા નહિ.
-આત્મધર્મ અંક ૪૧૨, ફેબ્રુઆરી ૧૯૭૮, પૃષ્ઠ ૩૦
(૨૯૧) પ્રશ્ન- અનુમાનજ્ઞાનથી આત્મા જાણનારને પર્યાયમાં ભૂલ છે કે આત્મા જાણવામાં ભૂલ છે?
ઉત્તર:- અનુમાન જ્ઞાનવાળાએ આત્મા યથાર્થ જાણ્યો જ નથી. આત્માને જાણવામાં ભૂલ છે. સ્વાનુભવ પ્રત્યક્ષથી જ આત્મા જેવો છે તેવો જાણવામાં આવે છે. અનુમાનથી તો શાસ્ત્ર ને સર્વજ્ઞ કહે છે તેવો આત્મા જાણે છે, પણ યથાર્થ તો સ્વાનુભવમાં જ જણાય છે. સ્વાનુભવથી જાણ્યા વિના આત્મા યથાર્થ જાણવામાં આવતો નથી.
-આત્મધર્મ અંક ૪૨૨, ડિસેમ્બર ૧૯૭૮, પૃષ્ઠ ૨૬
(૨૯૨) પ્રશ્ન- ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી તો પછી આપ જ બતાવો કે તે આત્મા કેમ જાણવામાં આવે ?
ઉત્તરઃ- ભગવાનની વાણી એ શ્રુત છે-શાસ્ત્ર છે. શાસ્ત્ર પૌગલિક છે તેથી તે જ્ઞાન નથી, ઉપાધિ છે અને એ શ્રુતથી થતું જ્ઞાન એ પણ ઉપાધિ છે. કેમ કે તે શ્રતના લક્ષવાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન સ્વને જાણી શકતું નથી. માટે તેને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. જેમ સૂત્ર-શાસ્ત્ર તે જ્ઞાન નથી, વધારાની ચીજ છે-ઉપાધિ છે તેમ એ શ્રુતથી થયેલ જ્ઞાન પણ વધારાની ચીજ છેઉપાધિ છે. આહાહા ! શું વીતરાગની શૈલી છે! પરલક્ષી જ્ઞાનને પણ શ્રતની જેમ ઉપાધિ કહે છે. સ્વજ્ઞાનરૂપ જ્ઞતિક્રિયાથી આત્મા જણાય છે, ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી.
-આત્મધર્મ અંક ૪૨૫, માર્ચ ૧૯૭૯, પૃષ્ઠ ૨૬
(૨૯૩) પ્રશ્ન:- અગિયાર અંગ ને નવ પૂર્વના જ્ઞાનવાળો પંચ મહાવ્રતોનું પાલન કરે છતાં આત્માનું જ્ઞાન કરવામાં તેને શું બાકી રહી ગયું?
ઉત્તર:- અગિયાર અંગનું જ્ઞાન ને પંચ મહાવ્રતનું પાલન કરવા છતાં એને ભગવાન આત્માનું અખંડજ્ઞાન કરવું બાકી રહી ગયું. ખંડખંડ ઈન્દ્રિયજ્ઞાન-અગિયાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com