________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદવિજ્ઞાન: ૬૩ ભિન્ન ચૈતન્ય રત્નને જ ઓળખવાનું કહ્યું છે. બાકી પૂર્વના પ્રારબ્ધને લીધે જે સંયોગ-વિયોગ થાય તે ચૈતન્ય નથી, અને તે પ્રારબ્ધ પણ આત્માનું નથી, અને જે ભાવે પ્રારબ્ધ બંધાયું તે ભાવ પણ આત્મા નથી, શરીરાદિ સંયોગોથી ભિન્ન, સંયોગોનું નિમિત્ત પ્રારબ્ધ છે, તેનાથી પણ ભિન્ન, અને પ્રારબ્ધનું નિમિત્ત શુભાશુભ વિકાર તેનાથી પણ રહિત, એવા ચૈતન્યસ્વરૂપ આત્માનું ભાન કરે તે પરમાત્મા થાય. પરમાત્મા થયા પછી તેને અવતાર થાય નહિ.
–આત્મધર્મ અંક ૭૭, ફાગણ ૨૪૭૬, પૃષ્ઠ 8
(૨૧) પ્રશ્ન:- આત્મા માત્ર જાણનાર જ છે તો આમાં કાંઈ કરવાનું જ નથી ?
ઉત્તર:- અરે ભાઈ ! આમાં તો પાર વિનાનું કરવાનું છે. દેહ આદિ પરદ્રવ્યો તરફ જે લક્ષ જાય છે તે લક્ષને જાણનાર એવા આત્માને જાણવામાં વાળવાનું છે. આત્માને જાણવામાં તો અનંત પુરુષાર્થ આવે છે.
-આત્મધર્મ અંક ૪૩૯, મે ૧૯૮૦, પૃષ્ઠ 30
(૨૦૨) પ્રશ્ન:- બાહ્ય વસ્તુ બંધ નું કારણ નથી તો બાહ્ય વસ્તુના સંગનો નિષેધ શા માટે કરવામાં આવે છે?
ઉત્તર- અધ્યવસાયના નિષેધ અર્થે બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, બંધનું કારણ તો જીવના પરિણામ જ છે, પણ બાહ્ય વસ્તુના આશ્રયે અધ્યવસાન થાય છે તેથી અધ્યવસાન છોડાવવા અર્થે તેના આશ્રયભૂત બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન થતા નથી તેથી અધ્યવસાનના ત્યાગ અર્થે બાહ્ય વસ્તુના સંગનો નિષેધ કરવામાં આવે છે, બાહ્ય વસ્તુનું લક્ષ છોડાવવામાં આવે છે.
-આત્મધર્મ અંક ૪૦૧, માર્ચ ૧૯૭૭, પૃષ્ઠ ૧૭
(૨૦૩) પ્રશ્ન- સ્વદ્રવ્ય શું છે? અને પરદ્રવ્ય શું છે? મોક્ષમાર્ગી જીવે કોને અંગીકાર કરવું?
ઉત્તર- પ્રત્યક્ષપણે બાહ્ય અને ભિન્ન દેખાય તેવા સ્ત્રી, પુત્ર, ધન, મકાનાદિ તથા એકત્રાવગાહી સંબંધવાળા શરીર, અને આઠ કર્મ તો પરદ્રવ્ય છે જ તેમના સિવાય જીવઅજીવાદિ સાત તત્ત્વોના સંબંધમાં ઉઠતાં વિકલ્પો પણ પર છે; તથા એ સાત તત્ત્વોના વિકલ્પોને અગોચર એવું જે શુદ્ધ અભેદ આત્મસ્વરૂપ છે. તે એક સ્વદ્રવ્ય છે, તે જીવ છે અને તે જ એક અંગીકાર કરવા જેવો છે. શુદ્ધ જીવને અંગીકાર કરવાથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com