________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫)
સમ્યગ્દર્શન
(૨૦૮) પ્રશ્ન- સમ્યકત્વનું આત્મભૂત લક્ષણ શું?
ઉત્તર:- સ્વ-પરનું યથાર્થ ભેદજ્ઞાન સદાય સમ્યકત્વની સાથે જ હોય છે અને એ બંને પર્યાયો એક જ સ્વદ્રવ્યના આશ્રયે છે; માટે ભેદવિજ્ઞાન તે સમ્યકત્વનું આત્મભૂત લક્ષણ છે. ગુણભેદની અપેક્ષાએ સમ્યકત્વનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ તે આત્મભૂત લક્ષણ ને સમ્યકત્વનું લક્ષણ ભેદવિજ્ઞાન તે અનાત્મભૂત લક્ષણ એમ પણ કહેવાય. નિર્વિકલ્પ અનુભૂતિ સમ્યકત્વની સાથે સદાય નથી હોતી. તેથી તેને સમ્યકત્વનું લક્ષણ કહેતા નથી. સમ્યકત્વ પ્રગટતી વખતે નિર્વિકલ્પ અનુભૂતિ જરૂર હોય છે તેથી તેને “સમ્યકત્વ પ્રગટવાનું લક્ષણ કહી શકાય.
અનુભૂતિ તે સમ્યકત્વના સભાવને પ્રસિદ્ધ જરૂર કરે છે, પણ અનુભૂતિ ન હોય ત્યારેય સમકિતીને સમ્યગ્દર્શન હોય છે. માટે અનુભૂતિને સમ્યકત્વનું લક્ષણ કહી શકાતું નથી. લક્ષણ એવું હોવું જોઈએ કે લક્ષ્યની સાથે સદૈવ હોય, અને જ્યાં લક્ષણ ન હોય ત્યાં લક્ષ્ય પણ ન હોય. –આત્મધર્મ અંક ર૬૧, જુલાઈ ૧૯૬૫, પૃષ્ઠ ૨૯
(૨૦૯) પ્રશ્ન- સમ્યગ્દર્શનનું સ્વભાવભૂત લક્ષણ શું?
ઉત્તર- અનુભૂતિને લક્ષણ કહ્યું છે પણ ખરેખર તો તે જ્ઞાનની પર્યાય છે ખરું લક્ષણ તો પ્રતીતિ જ છે. એકલા આત્માની પ્રતીતિ તે શ્રદ્ધાનનું લક્ષણ છે.
-આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૭, પૃષ્ઠ ૩૦
(૨૧૦) પ્રશ્ન- સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પાત્રતા કેવા પ્રકારની જોઈએ?
ઉત્તર - પર્યાય સીધી દ્રવ્યને પકડે તે સમ્યગ્દર્શનની પાત્રતા છે. બાકી વ્યવહાર પાત્રતા તો ઘણા પ્રકારે કહેવાય. મૂળ પાત્રતા તો દષ્ટિ દ્રવ્યને પકડી સ્વાનુભવ કરે તે પાત્રતા છે.
-આત્મધર્મ અંક ૪૩૩, નવેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૨૮
(૨૧૧). પ્રશ્ન:- સમ્યગ્દર્શન થવાવાળાની વ્યવહાર યોગ્યતા કેવી હોય ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com