________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮: જ્ઞાનગોષ્ઠી
આમાં એક વિશેષતા એ છે કે, સમ્યકત્વ પ્રગટવાની અનુભૂતિના કાળે નવતત્ત્વો ઉપર લક્ષ નથી હોતું, ત્યાં તો શુદ્ધ જીવ ઉપર જ ઉપયોગની મીટ હોય છે; ને “આ હું' એવી જે નિર્વિકલ્પપ્રતીત છે તેના ધ્યેયભૂત એકલો શુદ્ધ આત્મા જ છે.
-આત્મધર્મ અંક ૪૨૯, ઓગષ્ટ ૧૯૬૫, પૃષ્ઠ ૨૧
(૨૧૬) પ્રશ્ન-સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ શું છે?
ઉત્તર:- પરનો કર્તા આત્મા નથી, રાગનો પણ કર્તા નથી, રાગથી ભિન્ન જ્ઞાયકમૂર્તિ છું-એવી અંતરમાં પ્રતીતિ કરવી એ વિધિ છે. અહાહા ! આવો સમય મળ્યો છે એમાં તો આત્માને રાગથી જાદો કરી દેવાનો આ કાળ છે.
–આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૫
(૨૧૭). પ્રશ્ન- ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય દષ્ટિમાં આવ્યો એવું ક્યારે કહેવાય? વેદનમાં પણ શું દ્રવ્ય આવે છે?
ઉત્તર- ચૈતન્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મદ્રવ્ય એ જેને દષ્ટિમાં આવ્યો તેને પર્યાયમાં આનંદનું વેદન આવે એ પર્યાયને જ અલિંગગ્રહણના ૨૦માં બોલમાં આત્મા કહ્યો છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન ઉપર દૃષ્ટિ પડે એને વેદનમાં આનંદનો અનુભવ થાય ત્યારે તેની દષ્ટિ દ્રવ્યની થઈ કહેવાય છે. જો આનંદનું વેદન ન આવે તો તેની દૃષ્ટિ ધ્રુવ ઉપર ગઈ જ નથી. જેની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય તેને અનાદિનું રાગનું વદન હતું તે ટળીને આનંદનું વેદન પર્યાયમાં આવે ત્યારે તેની દષ્ટિમાં દ્રવ્ય આવ્યું છે પણ વેદનમાં દ્રવ્ય આવતું નથી. તેથી પર્યાય દ્રવ્યને સ્પર્શ કરતી નથી તેમ કહે છે. પ્રભુની પર્યાયમાં પ્રભુનો સ્વીકાર થયો એ પર્યાયમાં પ્રભુનું જ્ઞાન આવે છે પણ પર્યાયમાં પ્રભુનું દ્રવ્યનું વેતન આવતું નથી. વેદનમાં જો દ્રવ્ય આવે તો દ્રવ્યનો નાશ થઈ જાય પણ દ્રવ્ય તો ત્રિકાળ ટકનાર છે. તેથી તે પર્યાયમાં આવતું નથી એટલે પર્યાય સામાન્ય દ્રવ્યને સ્પર્શતી નથી તેમ કહ્યું.
-આત્મધર્મ અંક ૪૩ર, ઓકટોબર ૧૯૭૯, પૃષ્ઠ ૩૨-૩૩
(૨૧૮). પ્રશ્ન- સમ્યગ્દર્શન અને આત્મા ભેદરૂપ છે કે અભેદરૂપ?
ઉત્તરઃ- સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય અને આત્મા અભેદ છે. રાગને અને આત્માને તો સ્વભાવભેદ છે. આ સમ્યગ્દર્શન અને શુદ્ધઆત્મા અભેદ છે, પરિણતિ સ્વભાવમાં અભેદ થઈને પરિણમી છે, આત્મા પોતે અભેદપણે તે પરિણતિરૂપે પરિણમ્યો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com