________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪: જ્ઞાનગોષ્ઠી શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. અંગીકાર કરવાનો અર્થ એ છે કે તે શુદ્ધજીવની શ્રદ્ધા કરવી, તેનું જ્ઞાન કરવું અને તેમાં જ લીન થવું.
-હિન્દી વીતરાગ વિજ્ઞાન, એપ્રિલ ૧૯૮૪, પૃષ્ઠ ૨૬
(૨૦૪) પ્રશ્ન:- પોતે જ પોતાનું શેય, જ્ઞાન ને જ્ઞાતા છે તો બીજા છ દ્રવ્યો તે જ્ઞય ને પોતે જ્ઞાતા છે તે યજ્ઞાયકસંબંધ છોડવો અશક્ય કહ્યો છે ને!
ઉત્તર:- છ દ્રવ્યો તે જ્ઞય ને પોતે જ્ઞાતા છે, તે જ્ઞય-જ્ઞાયકનો સંબંધ છોડવો અશક્ય કહ્યો છે ત્યાં તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવ્યો છે અને અહીં તો સ્વ અસ્તિત્વમાં રહેલાં પોતે જ જ્ઞય જ્ઞાન ને જ્ઞાતા છે તેમ નિશ્ચય બતાવીને પરનું લક્ષ છોડાવ્યું છે.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭
(૨૦૫) પ્રશ્ન:- શું જ્ઞય-જ્ઞાયક સંબંધી પણ જીવને ભ્રાંતિ રહી જાય છે?
ઉત્તર- જીવથી ભિન્ન પુદ્ગલ આદિ છ દ્રવ્યો તે શેય ને આત્મા તેનો જ્ઞાયક છે એમ નિશ્ચયથી નથી. અરે ! રાગ તે જ્ઞય ને આત્મા જ્ઞાયક એમ પણ નથી. પરદ્રવ્યોથી લાભ તો નથી પણ પરદ્રવ્યો શેય ને તેનો તું જાણનાર છો એમ પણ ખરેખર નથી. હું જાણનાર છું, હું જ જણાવા યોગ્ય છું, હું જ મને જાણું છું. પોતાના અસ્તિત્વમાં જે છે તે જ સ્પશેય છે એમ પરમાર્થ બતાવીને પર તરફનું લક્ષ છોડાવ્યું છે.
-આત્મધર્મ અંક ૪૨૦, ઓકટોબર ૧૯૭૮, પૃષ્ઠ ૨૭
(૨૦૬). પ્રશ્ન- શયજ્ઞાયકપણાનો નિર્દોષ સંબંધ ધર્માત્માને હોય છે.-કૃપા કરીને સમજાવો?
ઉત્તર:- શરીર-મન-વાણી પરવસ્તુ છે, તેની સાથે મારે કોઈ સંબંધ નથી, તેથી “તેમની અનુકૂળ ક્રિયા હોય તો મને ઠીક અને તેમની પ્રતિકૂળ ક્રિયા હોય તો મને “અઠીક' એમ તેમના પ્રત્યે મને કાંઈ પક્ષપાત નથી. મારા જ્ઞાનની ઉગ્રતા પાસે વિકાર બળી જાય એવો ચૈતન્યજ્યોત મારો સ્વભાવ છે.-આમ પોતાના સ્વભાવની ઓળખાણ કરવાની પહેલી વાત છે. દર્શનશુદ્ધિ વગર જ્ઞાન, ચારિત્ર કે વ્રત-તપ ત્રણ કાળમાં હોતાં નથી.
ધર્માત્મા અંતરમાં જાણે છે કે હું એક જાણનાર છું, ને આ શરીરાદિ બધા પદાર્થો મારા શેયો છે. હું જ્ઞાતા, ને તે જ્ઞય-એ સિવાય બીજો કોઈ સંબંધ અમારે નથી. જેમ જનેતા સાથે પુત્રને માતા તરીકેના નિર્દોષ સંબંધ સિવાય બીજા કોઈ આડા વ્યવહારની કલ્પના સ્વપ્ન પણ ન હોય તેમ હું ચૈતન્યમૂર્તિ આત્મા જ્ઞાયક છું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com