________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિઃ ૪૭ ઉત્તર:- નિયમસાર કળશ-૧૭૬માં કહે છે કે આત્મા નિરંતર સુલભ છે. અહાહા! આત્મા નિરંતર વર્તમાન સુલભ છે. વર્તમાન સુલભ છે એનું તાત્પર્ય એ છે કે આત્મા વર્તમાનમાં જ છે, તેનો વર્તમાનમાં આશ્રય લે ! ભૂતકાળમાં હતો અને ભવિષ્યમાં રહેશે એમ ત્રિકાળ લેતા તેમાં કાળની અપેક્ષા આવે છે. તેથી વર્તમાનમાં જ ત્રિકાળી પૂર્ણાનંદ નાથ પડયો છે, તેનો વર્તમાનમાં જ આશ્રય લે તેમ કહે છે.
-આત્મધર્મ અંક ૪૩૩, નવેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૨૮ (૧૫૪)
પ્રશ્ન:- સ્વદ્રવ્ય આદરણીય છે તેમ તેની ભાવનારૂપ નિર્મળ પર્યાય આદરણીય કહેવાય ?
ઉત્તર:- હા, રાગ હેય છે તેની અપેક્ષાએ નિર્મળ પર્યાયને આદરણીય કહેવાય અને દ્રવ્યની અપેક્ષાએ પર્યાય તે વ્યવહાર છે તે આશ્રય યોગ્ય ન હોવાથી હેય કહેવાય. ક્ષાયિક પર્યાય દ્રવ્યની અપેક્ષાએ હેય કહેવાય પણ રાગની અપેક્ષાએ ક્ષાયિકભાવને આદરણીય કહેવાય.
-આત્મધર્મ અંક ૪૪૫, નવેમ્બર ૧૯૮૦, પૃષ્ઠ ૩ર
નિરખત જિનચંદ્રવદન, સ્વપદ સુરુચિ આઈ; -ટેક પ્રગટી નિજ આન કી, પિછાન જ્ઞાન ભાન કી, કલા ઉધોત હોત કામ યામિની પલાઈ. ૧. શાશ્વત આનંદ સ્વાદ, પાયો વિનસૌ વિષાદ, આનમેં અનિષ્ટ-ઈષ્ટ કલ્પના નસાઈ. ૨. સાધી નિજ સાધકી, સમાધિ મોર વ્યાધિ કી, ઉપાધિકો વિરાધિ કૈ, અરાધના સુહાઈ. ૩. ધન દિન છિન આજ સુગુનિ, ચિતૈ જિનરાજ અર્બ, સુધરો સબ કાજ “દૌલ” અચલ સિદ્ધિ પાઈ. ૪.
-આધ્યાત્મિક કવિવર પં. દૌલતરામ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com