________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદ-વિજ્ઞાનઃ ૫૩ (૧૭૨) પ્રશ્ન- પ્રથમ ભૂમિકામાં જિજ્ઞાસુએ રાગ-દ્વેષના ભાવને પોતાના માનવા કે પુદ્ગલના ભાવ છે તેમ શ્રદ્ધા કરવી ?
ઉત્તર:- જિજ્ઞાસુએ રાગાદિ ભાવો પોતામાં પોતાના અપરાધથી થાય છે તેમ જ્ઞાન કરીને, શ્રદ્ધામાં કાઢી નાખવા કે એ પરિણામ મારા સ્વભાવમાં નથી.
-આત્મધર્મ અંક ૪૨૧, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૪
(૧૭૩) પ્રશ્ન- રાગ આત્માનો છે કે પુદ્ગલકર્મનો?
ઉત્તર:- વસ્તુની સિદ્ધિ કરવી હોય ત્યારે રાગ વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે એટલે કે રાગ આત્માનો છે તેમ કહેવાય અને જ્યારે દષ્ટિ શુદ્ધ ચૈતન્યની થઈ, સમ્યગ્દર્શન થયું ત્યારે નિર્મળ પર્યાય વ્યાપ્ય અને આત્મા વ્યાપક છે. સમ્યગ્દષ્ટિને જે રાગ છે તે વ્યાપ્ય અને કર્મ તેનું વ્યાપક છે એટલે કે સમ્યગ્દષ્ટિનો રાગ તે પુદ્ગલ કર્મનો કહેવાય. કેમ કે જ્ઞાની દૃષ્ટિથી રાગથી ભિન્ન પડી ગયો છે, તેથી તેના રાગમાં કર્મ વ્યાપે છે તેમ કહેવાય.
-આત્મધર્મ અંક ૪૩૩, નવેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૨૮
(૧૭૪) પ્રશ્ન:- જ્ઞાની દ્રવ્યદૃષ્ટિના જોરથી રાગને પુદ્ગલનો માને પણ જિજ્ઞાસુ રાગને પુદ્ગલનો માને તે બરાબર છે?
ઉત્તર- જિજ્ઞાસુ પણ વસ્તુસ્વરૂપના ચિંતવન આદિમાં માને કે રાગ તે આત્માનો નથી, રાગ તે ઉપાધિભાવ છે, પર આશ્રયે ઉત્પન્ન થતો હોવાથી મારો નથી પુદ્ગલનો છે એમ માને. -આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૦
(૧૭૫) પ્રશ્ન- રાગ તે પુદ્ગલ પરિણામ.... પુદ્ગલ પરિણામ એમ કરીને રાગનો ડર રહે નહિ તો ?
ઉત્તર:- એમ હોય નહિ, રાગની રુચિ હોય નહિ, રાગની રુચિ છોડવા માટે રાગ તે પુદ્ગલ પરિણામ છે તેમ જાણે. શાસ્ત્રમાં સ્વછંદતા કરવા કોઈ વાત કરી નથી, વીતરાગતા કરવા કહ્યું છે. -આત્મધર્મ અંક ૪૪૯, માર્ચ ૧૯૮૧, પૃષ્ઠ ૨૦
(૧૭૬) પ્રશ્ન- ભગવાનની ભક્તિ આદિનો શુભરાગ જ્ઞાનીને થાય છે તે રાગમાં પુદ્ગલ વ્યાપે છે તેમ કહ્યું છે તે બેસતું નથી !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com