________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદ-વિજ્ઞાન: ૫૭ (૧૮૪) પ્રશ્ન- રાગાદિકનું જે જ્ઞાનનું ઉપજવું એક જ ક્ષેત્રમાં ને એક જ સમયે થતું હોવાથી તે બન્નેની ભિન્નતા કેવી રીતે છે?
ઉત્તર:- જે સમયે અને જે ક્ષેત્રે રાગાદિકનું ઉપજવું થાય છે તે જ સમયે અને તે જ ક્ષેત્રે જ્ઞાનનું ઉપજવું થતું હોવાથી અજ્ઞાનીને ભ્રમથી તે બન્ને એક હોય તેમ લાગે છે પણ તે બન્નેના સ્વભાવો જુદા જુદા છે, એક નથી. બંધનું લક્ષણ રાગાદિ છે અને ચૈતન્યનું લક્ષણ જાણવું છે. એમ બન્નેના લક્ષણો ભિન્ન છે. રાગાદિકનું ચૈતન્યની સાથે એક જ સમયે ને એક જ ક્ષેત્રે ઉપજવું થાય છે તે ચૈત્ય-ચેતક-શૈયજ્ઞાયક ભાવની અતિ નિકટતાથી થાય છે પણ એક દ્રવ્યપણાના લીધે નથી થતું. જેમ પ્રકાશવામાં આવતાં ઘટપટાદિ પદાર્થો દીપકના પ્રકાશપણાને જાહેર કરે છે. ઘટપટાદિને નહિ. તેમ જાણવામાં આવતાં રાગાદિક ભાવો આત્માના જ્ઞાયકપણાને જ પ્રસિદ્ધ કરે છે, રાગાદિકને નહિ, કેમ કે દીવાનો પ્રકાશ દીપકથી તન્મય છે તેથી પ્રકાશ દીપકની પ્રસિદ્ધિ કરે છે, તેમ જ્ઞાન આત્માથી તન્મય હોવાથી જ્ઞાન આત્માને પ્રકાશે છે–પ્રસિદ્ધ કરે છે, રાગાદિને નહિ. કામ-ક્રોધાદિ-કષાય ભાવો જ્ઞાનમાં જણાય છે તે ખરેખર રાગાદિને પ્રકાશતા નથી કેમકે રાગાદિ જ્ઞાનમાં તન્મય થયા નથી પણ રાગાદિ સંબંધીનું જ્ઞાન પોતાના જ્ઞાનને પ્રકાશે છે. ચૈતન્ય સ્વયં પ્રકાશક સ્વભાવી હોવાથી પર સંબંધીના પોતાના જ્ઞાનને પ્રકાશે છે, પરને પ્રકાશતો નથી. પહેલા કહ્યું કે આત્મા પરને પ્રકાશે છે તે વ્યવહારથી વાત કરી પણ ખરેખર તો પર સંબંધીના પોતાના જ્ઞાનને જ પ્રકારે છે. આ બધી જગતની ચીજ છે તે જ્ઞાનપ્રકાશમાં આવતી નથી અને જ્ઞાનપ્રકાશ જગતની ચીજોમાં જતો નથી. જગતની ચીજ છે તે સંબંધીની પોતાની પર પ્રકાશકતા જ્ઞાન પ્રકાશને જ પ્રકાશે છે. આથી સિદ્ધ થયું કે બંધ સ્વરૂપ રાગાદિના અને પ્રકાશ સ્વરૂપ જ્ઞાનના લક્ષણો જુદા હીવાથી તેમને એકપણ નથી. તે બનના સ્વલક્ષણો જાદા જાદા જાણીને ભગવતી પ્રજ્ઞા છીણીને તે બંનેની અંતરંગ સાંધમાં પટકવાથી એટલે જ્ઞાનને આત્માની સન્મુખ વાળવાથી રાગથી ભિન્ન ચૈતન્યના અતીન્દ્રિય આનંદને અનુભવાય છે.-આત્મધર્મ અંક ૪૩૬, ફેબ્રુઆરી ૧૯૮૦, પૃષ્ઠ ૨૫-૨૬
(૧૮૫) પ્રશ્ન- શું ભાવલિંગ પણ જીવનું સ્વરૂપ નથી ?
ઉત્તર:- દ્રવ્યલિંગ તો સર્વથા જીવનું સ્વરૂપ નથી અને ભાવલિંગ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધ નિર્મળ પર્યાય, જે પૂર્ણ સ્વરૂપ એવા મોક્ષનું સાધક છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય છે, પરમાર્થ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચયનયથી તે પણ જીવનું સ્વરૂપ નથી. અહાહા ! સાધક પર્યાયને દ્રવ્યની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com