________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪) ભેદ-વિજ્ઞાન
(૧૫૫) પ્રશ્ન- ઈબ્દોપદેશમાં આવે છે કે જીવ અને દેહને જુદા જાણવા તે બાર અંગનો સાર છે, એટલે શું?
ઉત્તર- જીવ અને દેહને-પુદ્ગલને જુદા જાણે એટલે વિકાર પણ આત્માના સ્વભાવથી જુદો છે તેમ તેમાં આવી જાય છે. પુદ્ગલથી અને વિકારથી ભિન્ન આત્માનો સ્વભાવ જાણવો-અનુભવવો તે બાર અંગનો સાર છે. બાર અંગમાં આત્માની અનુભૂતિ કરવાનું કહ્યું છે.
-આત્મધર્મ અંક ૪૦૯, નવેમ્બર ૧૯૭૭, પૃષ્ઠ ૧૮-૧૯
(૧૫૬)
પ્રશ્ન- ભેદવિજ્ઞાન એટલે શું?
ઉત્તર:- આત્મા ઉપયોગસ્વરૂપ છે, રાગાદિ પરભાવોથી તે ભિન્ન છે. એમ ઉપયોગને અને રાગાદિને સર્વપ્રકારે અત્યંત જુદા જાણીને રાગથી ભિન્નપણે અને ઉપયોગમાં એકતાપણે જ્ઞાન પરિણમે તે ભેદવિજ્ઞાન છે.
-આત્મધર્મ અંક ૨૦૧, અષાડ ૨૪૮૬, પૃષ્ઠ ૧૨
(૧૫૭). પ્રશ્ન:- ભેદજ્ઞાની શું કરે છે?
ઉત્તર- તે ધર્માત્મા પોતાના ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ મહિનામાં લીન થાય છે; તેઓ રાગરૂપે જરા પણ નથી પરિણમતા, જ્ઞાનરૂપે જ રહે છે.
-આત્મધર્મ અંક, અષાડ વદ ૨૪૮૬, પૃષ્ઠ ૧૨
(૧૫૮) પ્રશ્ન- જ્ઞાનીને શરીર જેમ ભિન્ન દેખાય છે તેમ રાગાદિ ભિન્ન દેખાય છે?
ઉત્તર:- જ્ઞાનીને રાગાદિ શરીરની જેમ જ ભિન્ન દેખાય છે, અત્યંત ભિન્ન દેખાય છે.
–આત્મધર્મ અંક ૩૯૧, મે ૧૯૭૬, પૃષ્ઠ ૨૭
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com